કોરોના છતાં ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉથી નિર્ધારિત શિડ્યુલ મુજબ જ રમાશે: ICC

આઈસીસીએ ઓગસ્ટ, ૨૦૧૯માં ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. જેની ફાઈનલ મેચ આવતા વર્ષે જૂનમાં રમાવાની છે. આઈસીસીએ કહૃાું કે, કોરોનાવાઈરસ છતાં ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉથી નિર્ધારિત શિડ્યુલ મુજબ જ રમાશે.
કોરોના વાઈરસના કારણે માર્ચથી જૂન સુધી એક પણ ઈન્ટરનેશનલ મેચ રમાઈ નથી. અત્યાર સુધી અનેક ટેસ્ટ સીરીઝ પણ કેન્સલ થઈ ચુકી છે. જુલાઈમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ ટેસ્ટ સીરીઝથી ક્રિકેટની શરૂઆત થઈ હતી. રદ્દ થયેલી મેચોના આયોજન અને પોઈન્ટ સિસ્ટમ માટે આઈસીસી આયોજન કરી રહી છે. કાઉન્સિલના પ્રવક્તાએ કહૃાું કે, ‘અત્યારે પ્લાિંનગ ચાલી રહૃાું છે. આગામી દિવસોમાં સંબંધિત પક્ષો સાથે વાતચીત પછી નવા શિડ્યુલની જાહેરાત કરાશે.