કોરોના ટાઢો પડયો : જિલ્લામાં 18 કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં હવે કામ ચલાવ રાહત મળી હોય તેમ કોરોનાના કેસો ઓછા થયા છે અને કોરોના ટાઢો પડયો હોય તેમ જિલ્લામાં 24 કલાક દરમિયાન 18 કેસ નોંધાયા છે જેમાં અમરેલી, કુંકાવાવમાં 4, સાવરકુંડલામાં 5, ધારીમાં 3, જાફરાબાદ, રાજુલામાં 1-1 કેસ નોંધાયા છે જિલ્લામાં 205 એક્ટીવ કેસ છે જેમાના 7 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.
અમરેલી જિલ્લામાં કોરોના હળવો પડતા છુટછાટો લેવી ભારે ન પડે તેની તકેદારી રાખવી પડશે નહીતર ગયા વખતે માર્ચમાં આવેલા ડેલ્ટા વેરીયન્ટે હાહાકાર મચાવી સ્મશાનોને ઉભરાવી દીધા હતા તેને ભુલવા જેવુ નથી.