કોરોના થયો હોવા છતાં ટ્રમ્પ હોસ્પિટલની બહાર નીકળતા ટીકા થઇ

અમેરિકી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને કોરોના થયો હોવાથી અમેરિકાની લશ્કરી હૉસ્પિટલમાં સારવાર લઇ રહૃાા હતા. આમ છતાં પોતાના સમર્થકોને મળવા હૉસ્પિટલની બહાર નીકળ્યા હતા અને વૉશિગ્ટન ડીસીના મેરીલેન્ડ ઉપનગરમાં બેથેસ્ડાના રૉકવીલે પાઇક થઇને પોતાના મોટર કાફલા સાથે ગયા હતા.
ટ્રમ્પને જોઇને તેમના સમર્થકો આનંદમાં આવી ગયા હતા અને હર્ષનાદો કરવા લાગા હતા. ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે હૉસ્પિટલની બહાર ભેગા થયેલા મારા ચાહકો અને સમર્થકોનું હું અભિવાદન કરું છું. મને આ બધા લોકોનો સપોર્ટ છે એનો મને આનંદ છે.
ટ્રમ્પે હૉસ્પિટલની બહાર નીકળવા પહેલાં પણ ટ્વીટ કરી હતી કે હું મારા ચાહકોને ચોંકાવી દૃેવા જઇ રહૃાો છું. જો કે ટ્રમ્પના આ અવિચારી સાહસને વિપક્ષી નેતાઓ અને ડૉક્ટરોએ વખોડી કાઢ્યું હતું. ડૉક્ટરોએ તો બેધડક કહૃાું હતું કે આ વર્તન પાગલપણા જેવું હતું. આ રીતે કોરોનાગ્રસ્ત વ્યક્તિથી બહાર નીકળાય નહીં. એ બીજા અનેકને ચેપ લગાડી શકે.
જો કે વ્હાઇટ હાઉસના પ્રવક્તા જ્યુડ ડીરેએ એવો દૃાવો કર્યો હતો કે મેડિકલ ટીમની પરવાનગીથી આ પગલું લેવાયું હતું. ટ્રમ્પની કારની બધી બારીઓ બંધ હતી અને સુરક્ષાનાં તમામ પગલાં લેવાયાં હતાં.