કોરોના ને કારણે અંબાજીમાં ભાદરવી મેળો રદ, વેપારીઓની હાલત કફોડી

શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભરાતા ૭ દિવસીય ભાદરવી પૂનમના મેળામાં ૨૫થી ૩૦ લાખ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈ ચાલુ વર્ષે મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે દર વર્ષે અંબાજીની બજાર લાલ ધજા પતાકાઓ સાથે ‘બોલમાડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે અંબાજીની બજારોમાં સન્નાટો છવાયો છે. દર વર્ષે મેળામાં હજારો વેપારીઓ બહારથી વેપાર કરવા આવી કમાણી કરતા હતા, ત્યારે આ વર્ષે એક પણ દૃુકાન જોવા મળતી નથી.
અંબાજીમાં ૭ દિવસના ભાદરવી પૂનમના મેળામાં વેપારીઓ ૧૨ મહિનાની કમાણી કરી લેતા હોય છે, પણ આ વર્ષે વેપારીઓ જાણે ખાલી હાથ બેઠા છે અને લાખો રૂપિયાનો વેપાર આ વર્ષે નહીં કરી શકે. ભાદરવી પૂનમ બાદ આવતી નવરાત્રિ માટે લોકો ચણીયા ચોળીની ખરીદી આ મેળા દરમિયાન કરી લેતા હોય છે, પણ આ વખતે ચણીયા ચોળીના વેપારીઓ પણ વેપાર કર્યા વગર બેઠા છે. મેળામાં સૌથી વધુ રમકડાઓનો વેપાર થતો હોય છે અને હોલસેલના વેપારીઓ ૬૦થી ૭૦ લાખના રમકડાં વેચી નાખતા હોય છે,
પણ મેળો બંધ રહેતા રમકડાંના ગોડાઉન પણ ખાલી પડેલા જોવા મળી રહૃાાં છે.અંબાજીમાં ૬૦થી ૭૦ હોટલ ગેસ્ટહાઉસ સહિત ૨૦૦ ઉપરાંત ધર્મશાળાઓ આવેલી છે. જે મેળા દરમિયાન હાઉસફુલ રહેતી હોય છે, પરંતુ આજે આ તમામ હોટલ અને ગેસ્ટહાઉસ ખાલી પડ્યા છે, ત્યારે સંચાલકો મેળો રદ્દ થતા વિજબીલમાં તેમજ ટેક્સમાં રાહતની માંગ કરી રહૃાાં છે. લોકડાઉન બાદ હવે ભાદરવી મેળો પણ બંધ રહેવાને કારણે અંબાજીના વેપારીઓની કમર ભાગી ગઇ છે. વેપાર ધંધા પર માઠી અસર પરડતા વેપારી વર્ગોની હાલત કફોડી બની છે.