કોરોના ન હોય તેને દાખલ કરવાથી શું ફાયદો ? : ડો. કાનાબાર

  • કોરોનાનાં કોપમાં સામનો કરી રહેલા અને કોરોનાને આત્મસાત કરી ચુકેલા ડો. ભરતભાઇ કાનાબારનો એક્સ-રે
  • રેપીડ ટેસ્ટ કરાવવા જાવ એટલે પોઝિટિવ બતાવી દાખલ કરવામાં આવે છે તે અફવા છે ઉલટાનું કેસ વધવાથી હોસ્પિટલની ઉપર ભારણ વધે છે આ વાહીયાત અફવા અટકાવો
  • આજે પેરાસીટામોલ લીધી અને તાવ ચાલ્યો જાય તો તમે સલામત નથી : હવે લેબોરેટરી શરૂ થઇ છે જેથી તાત્કાલીક રિપોર્ટ મળી જાય છે : ઘેર બેઠા સેમ્પલ લેવાની પણ વ્યવસ્થા

કોરોનાના સંદર્ભાં સામાન્ય જનતામાં અનેક ગેરસમજો અને અફવાઓ ચાલી રહી છે. એ સિવાય પણ, અત્યારના વાતાવરણમાં દરેક વ્યક્તિને કોરોનાના સંદર્ભમાં કેટલીંક બાબતોની પુરતી જાણ હોય તો એ પોતાને અને પોતાના પિરવારને કોરોનાના સંક્રમણથી બચાવી શકે છે અને કોરોના થાય તો તેનું વહેલું નિદાન અને સારવાર મેળવી શકે. લોકોને ઉપયોગી થાય એ ષ્ટિથી અહીં આ અંગેની કેટલીંક બાબતો રજુ કરી છે.

જાણવા યોગ્ય મહત્વની બાબતો

(1) અત્યારની પિરસ્થિતિમાં કોઈને પણ તાવ આવે એટલે તેમણે કોરોના અંગેની તપાસ કરી લેવી હિતાવહ છે. તાવને કંટ્રોલ કરવા બજારમાં મળતી પેરાસીટામોલ કે અન્ય દર્દનાશક દવાઓથી તાવ બેસાડીને પછી આપણને કંઈ નથી એવી માન્યતામાં રહેવું અતિ જોખમી છે. તંત્ર દ્ઘારા દરેક તાલુકા સ્થળે અને અમરેલી શહેરમાં વિવિધ સ્થળોએ રેપીડ ટેસ્ટ સતત કરવામાં આવી રહયા છે તો જેમને પણ તાવ હોય તેમણે તાત્કાલીક આ રેપીડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

(ર)  રેપીડ ટેસ્ટ પોઝીટીવ આવે એટલે કોરોનાના સંક્રમણનો  ભોગ બન્યા છો તેમ ગણાય. રેપીડ ટેસ્ટ નેગેટીવ આવે અને જો તાવ – ઉધરસ – શરીર ભાંગવું – ખુબ થાક લાગવો જેવા લક્ષણો હોય તો પાકું કરવા કોરોનાનો ચતઢ.હચ (આર.ટી.પી.સી. આર.) ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ. હવે આપણે ત્યાં સીવીલ હોસ્પીટલમાં આ ટેસ્ટ માટેની લેબોરેટરી શરૂ થઈ ગઈ છે એટલે આપણાં દર્દીના સેમ્પલ ભાવનગર મોકલવાની જરૂર રહી નથી અને દર્દીને રીપોર્ટ તે જ દિવસે મળી જાય તેવી શક્યતા છે. કોઈ દર્દી ગ્રામ્ય વિસ્તારમાં હોય કે મોટી ઉંમરના કારણે ફેરવવા મુશ્કેલ હોય કે સરકારી હોસ્પીટલમાં ટેસ્ટ કરાવવા માંગતા ન હોય તો તેવી વ્યક્તિ માટે ડોકટરના પ્રિસ્ક્રીપશન પર અમરેલીની સુપરાટેક લેબોરેટરી દ્ઘારા ઘેર આવીને સેમ્પલ લઈ જવાની સુવિધા પણ હવે અમરેલીમાં ઉપલબ્ધ છે.

(3)  જે દર્દીને તકલીફ ઓછી હોય અને નહિવત લક્ષણો હોય તેવા દર્દીને સીવીલ હોસ્પીટલ (કે રાધિકા હોસ્પીટલ / સાવરકુંડલા સરકારી કોવીડ હોસ્પીટલ) માં 1-ર દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી ત્યાંના તબીબોની સલાહ મુજબ ઘેર (હોમ આઈસોલેશન) સારવાર માટે રજા આપી દેવામાં આવે છે.

(4)  જે દર્દીઓને ઘેર સારવાર લેવાની છૂટ (હોમ આઈસોલેશન) મળે છે તેમને ત્યાં ઘેર અલગ સંડાસ – બાથરૂમની વ્યવસ્થા સાથેનો અલગ રૂમ હોય તે જરૂરી છે. આ ઉપરાંત દર્દીએ ર1 દિવસ સુધી રૂમમાં એકલા રહેવું જરૂરી છે. આ દરમ્યાન પિરવારની અન્ય વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખવો. પોતાના જમવાના વાસણ અને કપડાં પણ પોતે જ સાફ કરી લેવા જોઈએ. (શક્ય હોય તો ડીપોઝેબલ ડીશ / ગ્લાસ મંગાવી લેવા) અને પિરવારના સભ્યો સાથે ફોનથી જ સંપર્ક રાખવો જોઈએ.

(પ)  ઘેર સારવાર ચાલતી હોય તેવી વ્યક્તિ જે ડોકટરના માર્ગદર્શન નીચે હોય તેણે ડોકટર સાથે દીવસમાં બે વાર ટેલીફોનીક સંપર્ક કરતાં રહેવો જોઈએ. 14 દિવસ સુધી દર 4 કલાકે ટેમ્પરેચર અને પલ્સ ઓક્સીમીટર દ્ઘારા પોતાનું ઓક્સિજન પ્રમાણ પણ જોતાં રહેવું જોઈએ. વારંવાર કે સતત તાવ આવતો હોય કે શ્ર્વાસ લેવામાં તકલીફ થવા મંડે તો આવા દર્દીને હોસ્પીટલમાં દાખલ કરી દેવા જોઈએ.

(6)  60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ અને જેમને ડાયાબીટીશ, બ્લડપ્રેસર કે દયરોગની બિમારી હોય તેવા કોરોનાના દર્દીએ હોસ્પીટલમાં દાખલ થઈ ડોકટરની સીધી દેખરેખ નીચે સારવાર લેવાનું વધુ હિતાવહ છે.

(7) કોરોનાના સંક્રમણથી બચવા ઘરની બહાર સતત માસ્ક પહેરી રાખવો અનિવાર્ય છે. માસ્કને સતત અડયા કરતાં રહેવાની ટેવ કે માસ્ક ઉતારી ગળે રાખવાની ટેવ માસ્ક ન પહેર્યા બરાબર છે. એ જ રીતે કંઈપણ વસ્તુ મોંમા નાખતા પહેલા હાથ સાબુથી ધોતાં રહેવાની ટેવ (કે સેનેટાઈઝરથી હાથ સાફ કરવાની ટેવ) કોરોના સામેનું મોટું હથિયાર પુરવાર થયેલ છે.

(8)  કોરોનાના સંક્રમણ થયા પછી કોરોનાનો વાયરસની વૃધ્ધિ શરીરમાં 9 દિવસ સુધી ચાલું રહે છે. આ નવ દિવસ દરમ્યાન વાયરસ શરીરની અલગ અલગ કોશિકાઓમાં પ્રવેશવાનું ચાલું રાખે છે. એટલે કોરોનાના લક્ષણો દેખાયા પછીનો 7 થી 1ર દિવસનો સમયગાળો આ રોગમાં ખુબજ મહત્વનો (ક્રીટીકલ) છે જે દરમ્યાન તેની ગંભીર તકલીફો ઉભી થતી હોય છે. શરૂઆતના પ-6 દિવસ તો લગભગ બધા જ દર્દીઓમાં સરખા જતા હોય છે. એટલે કોરોના સંક્રમિત વ્યક્તિ પ-6 દિવસ કોઈ મુશ્કેલી ઉભી ન થાય એટલે બેફિકર થઈ જાય છે. પણ આ રોગના 14 દિવસ સુધી પુરેપુરી સાવધાની અત્યંત જરૂરી છે.

(9) જે દર્દીને રોગના બધાજ લક્ષણો જતાં રહે અને સાજા થઈ ગયા છે તેવું ડોકટર દ્ઘારા કહેવામાં આવે તેવી વ્યક્તિઓ પણ ર1 દિવસ સુધી એકલાં રહેવું અનિવાર્ય છે. આવા દર્દીએ પોતે કોરોના નેગેટીવ છે તેવી તપાસ કરાવવાની જરૂર રહેતી નથી.

(10) કોરોના થયા બાદ તેમાંથી ઝડપથી સાજા થવા માટે, જરા પણ શંકા પડે એટલે ટેસ્ટ કરાવી લેવો અને પોઝીટીવ આવવા બાદ તુરત જ હોસ્પીટલમાં દાખલ થવામાં જ દર્દીનું હિત છે. ડોકટરની દેખરેખ નીચે જેટલી વહેલી સારવાર શરૂ થાય એટલું તેની ગંભીર અસરોમાંથી બચી શકાય છે. જેમને તાવ, ઉધરસ કે શરીર તુટવાની ફરીયાદ હોય તેમના માટે સીવીલ હોસ્પીટલ અમરેલીમાં ફલુ ઓપીડી ર4 કલાક ચાલું રાખવમાં આવે છે.

કોરોના અંગે કેટલીંક વાહીયાત અફવાઓ / ગેરસમજો

(1)  રેપીડ ટેસ્ટ વિશે ઘણાં લોકોમં એવી માન્યતા છે કે તેમાં રીપોર્ટ ખોટા આવે છે. ખરી હકીક્ત એ છે કે, જે લોકોનો રેપીડ ટેસ્ટમાં રીપોર્ટ પોઝીટીવ આવે એમને ચોકક્સપણે કોરોના થયો છે એમ કહી શકાય પણ જેમનો રીપોર્ટ નેગેટીવ આવે એમને કોરોના નથી એવું ખાત્રીપૂર્વક ના કહી શકાય. અંદાજે 30 પ્ કોરોનાના દર્દીમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવતો હોય છે. એટલે જે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો હોય, જેમ કે તાવ, શરીર તૂટવું, ઉધરસ, શ્ર્વાસ ચડવો – અને જેમાં કોરોના હોવાની મજબૂત શંકા હોય એવા દર્દીમાં ચોકક્સ નિદાન માટે ચતઢ.હચ (કોરોનાનો મુખ્ય રીપોર્ટ) કરાવી ખાત્રી કરવી પડે. રેપીડ ટેસ્ટ નેગેટીવ હોય તો પણ કેટલાંક દર્દીમાં કોરોનાનો મુખ્ય – ચતઢ.હચ  ટેસ્ટ પોઝીટીવ આવી શકે.

(2)  એક અફવા એવી ચાલે છે કે રેપીડ ટેસ્ટ કરાવા જાવ એટલે પોઝીટીવ બતાવી હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવે છે. જે પણ આવી વાત કરે છે તે લોકોને મોટું નુકશાન કરી રહયા છે. કોઈને પણ કોરોના ન હોય તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં કોઈને પણ શું ફાયદો થાય ? અત્યારે પણ આપણા જીલ્લામાં જે રીતે પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી સીવીલ હોસ્પીટલ પર ભારણ વધતું જાય છે અને એટલાં માટે જ સીવીલ ઉપરાંત રાધિકા હોસ્પીટલમાં કોરોનાની સારવારની વ્યવસ્થા ઉભી કરવી પડી અને ર દિવસ અગાઉ સાવરકુંડલામાં પણ 60 વોર્ડની નવી હોસ્પીટલ ચાલું કરવી પડી. આવી પિરસ્થિતિમાં કોરોના ન હોય તેવાં લોકોને દાખલ કરવામાં કોને રસ હોય ? આવી વાત કરનારને અટકાવી તેમને સાચી હકીક્ત સમજાવવાની આપણી દરેકની ફરજ છે.