- કોરોનાનાં કેસોની સંખ્યા ઘટવામાં
- 73 દર્દીઓ સારવારમાં : 6 દર્દીઓ સાજા થયાં : કુલ કેસ 3708
અમરેલી, અમરેલી જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીની ઝપેટમાં કોરોના આવ્યો હોય તેમ કેસોની સંખ્યા ઘટી રહી છે.અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે જેમ ઠંડી વધી રહી છે તેમ કેસનો પારો નીચે આવી રહયો છે ગુરૂવારે જિલ્લામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 દર્દીઓ સાજા થયા હતા હાલમાં 73 દર્દીઓ સારવાર લઇ રહયા છે જ્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા 3708 થઇ છે.