કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ સારી

દેશ ના પોઝિટિવિટી રેટ કરતા પણ ગુજરાતનો આંકડો નીચો, કોરોનાને હરાવવા માટે સાવધાની-સતર્કતા જરુરી

 

નવી દિૃલ્હી,હિમાચલ પ્રદૃેશ, દિૃલ્હી, રાજસ્થાન, હરિયાણા, કેરળ અને ગોવા સહિતના રાજ્યો હોટસ્પોટ સાબિત થઈ રહૃાા છે, કારણ કે અહીંનો પોઝિટિવિટી રેટ (પ્રતિ ૧૦૦ કોરોના ટેસ્ટ પર આવતા પોઝિટિવ કેસનો આંકડો) ૧૦%થી લઈને ૧૫%થી વધુ રહેતો હોય- આ ગણતરી પાછલા ૨ પખવાડિયા (૧૪ દિૃવસમાં) દૃરમિયાન સામે આવી જેમાં ૨૬ ઓક્ટોબરથી ૮ નવેમ્બર અને ૮થી ૨૧ નવેમ્બર દૃરમિયાન કરાયેલા ટેસ્ટ પરથી પોઝિટિવિ રેટ નક્કી કરાયો જેમાં ભારતનો કુલ પોઝિટિવિટી રેટ પહેલા ૧૪ દિૃવસ દૃરમિયાન ૪.૩% અને બીજામાં ૪.૧% રહૃાો છે. જ્યારે ગુજરાતમાં આ રેટ નેશનલ રેટ કરતા ઘણો નીચો છે. ઓક્ટોબર ૨૬થી ૮ નવેમ્બર દૃરમિયાન ગુજરાતમાં પોઝિટિવિટી રેટ ૧.૯% જ્યારે બીજા પખવાડિયે (૮થી ૨૧ નવેમ્બર) ૨.૨% રહૃાો છે. દિૃવાળીના તહેવારોમાં લગભગ તમામ રાજ્યોમાં આ રેટ ઊંચો આવ્યો હતો. પોઝિટિવિટી રેટ ઊંચો જાય એનો મતલબ છે કે કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહૃાો છે, આ સાથે ટેસ્ટની સંખ્યા વધારવાની જરુરી પડે છે. કેરળ, ગોવા અને પશ્ર્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પાછલા મહિના કરતા કેસમાં ઘટાડો નોંધાયો છે પરંતુ તે હજુ પણ રેડ ઝોનમાં છે. મહારાષ્ટ્રનો પોઝિટિવિટી રેટ ૮% પર પહોંચ્યો છે જે દૃર્શાવે છે કે રાજ્યમાં ઘણો સુધાર આવ્યો છે. પશ્ર્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં કન્ફર્મ કેસની સંખ્યા ઘટી છે પરંતુ અહીં પોઝિટિવિટી રેટ ૭-૮% જેટલો છે. ડબલ્યુએચઓનું માનવું છે કે જો ૧૪ દિૃવસથી વધારે સમય સુધી પોઝિટિવિટી રેટ ૫%થી વધુ હોય તો રાજ્ય રેડ ઝોનમાં આવે છે. વધારે કેસ સામે આવવાનું બીજુ પણ કારણ હોઈ શકે છે કે ત્યાં જરુર પ્રમાણમાં ટેસ્ટ કરવામાં નથી આવી રહૃાા. જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંકમાં વધારો થાય છે. ટેસ્ટ કરીને કોરોનાના દૃર્દૃીઓને ઓળખવા તે રોગને વધારે ફેલાતો અટકાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદૃેશ, ઓડિશા અને કર્ણાટકમાં સારી પ્રગતિ થઈ છે, અહીં પોઝિટિવિટી રેટ ૪% કરતા નીચો રહૃાો છે. ગુજરાતમાં પણ પોઝિટિવિટી રેટ ઘણો નીચો છે પરંતુ પાછલા કેટલાક સમયથી અહીં કેસમાં ઉછાળો દૃેખાતા તકેદૃારીના પગલા ભરવામાં આવી રહૃાા છે. દિૃવાળીના તહેવારો દૃરમિયાન અને તે પછી કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો જેમાં ગુજરાતમાં ૦.૩%નો ઉછાળો નોંધાયો છે.