કોરોના ફેલાવવા બદલ ચીને ભારે કિંમત ચૂકવવી પડશે: ટ્રમ્પનો હૂંકાર

  • ટ્રમ્પે કોરોના સંક્રમિત થવું ઇશ્ર્વરના આશિર્વાદ ગણાવ્યા
  • ચૂંટણી પછી કોરોના રસી મળી જવી જોઇએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીનને ફરી એક વખત ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણાવતા કહૃાું કે ચીને વિશ્ર્વ સાથે જે કંઇ કર્યું છે તેની તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ઉલ્લેખનીય વાત એ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના સંક્રમિત છે.

દેશને સંબોધન કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું હતું કે હું ચીનને કહેવા માંગુ છું કે કોરોના મહામારી તેની ભૂલ છે અને તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આ અમેરિકનોની ભૂલ નથી. અમેરિકનોએ આના માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.

તો પોતાના એક વીડિયો મેસેજમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંક્રમિત થવું ‘ઇશ્ર્વરના આશીર્વાદ ગણાવ્યા. ટ્રમ્પે કહૃાું કે હું એકદમ સારું મહેસૂસ કરી રહૃાો છું. મને લાગે છે કે કોરોના સંકમ્રમિત થવું ભગવાનના આશીર્વાદ હતા. મેં રેજેનરોન દવા અંગે સાંભળ્યું હતું અને લોકોને લેવાની સલાહ આપી હતી. મેં આ દવાનું સેવન કર્યું. આ અવિશ્ર્વસનીય હતી. તેને શાનદાર કામ કર્યું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે આ ચીનની ભૂલ હતી અને ચીને આ દેશ અને દુનિયા માટે જે કર્યું છે તેની એક મોટી કિંમત ચૂકવવી પડશે. અમે આ દવા (રેજેનરન) ને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સેનાની મદદ લઈ રહૃાા છીએ અને સાથો સાથ લોકોમાં વહેંચવામાં આવી રહી છે. આ દવા મફતમાં ઉપલબ્ધ થશે તમારે તેના માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.

કોરોના રસી અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું હતું કે આપણે વહેલામાં વહેલી તકે કોરોના રસી મળવાની છે. મને લાગે છે કે રસી ચૂંટણી પહેલા મળી જવી જોઈતી હતી પરંતુ તેના પર રાજકારણ થઈ રહૃાું છે, ઠીક છે, તેઓ તેમની રમત રમવા માંગે છે, તેથી ચૂંટણી પછી કોરોના રસી મળી હોવી જોઇએ.