કોરોના બેકાબુ: દેશમાં સંક્રમિત કુલ દર્દીઓ ૬૬ લાખને પાર

  • ૨૪ કલાકમાં ૭૪,૪૪૨ કેસ નોંધાયા, ૯૦૩ દર્દીનાં મોત
  • મૃત્યુઆંક ૧,૦૨,૬૮૫એ પહોંચ્યો, રિક્વરી રેટ ૮૪.૩૪ ટકાએ પહોંચ્યો

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહૃાો છે. સોમવારે ૨૪ કલાકમાં વધુ ૭૪,૪૪૨ નવા કેસ નોંધાતા દેશમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૬૬ લાખને પાર થઈ ગયો છે. બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા ૫૫,૮૬,૭૦૩ થઈ હતી. કોવિડ ૧૯થી સ્વસ્થ થનાર દર્દીનો રિકવરી રેટ ૮૪.૩૪ ટકા થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

વિતેલા ૨૪ કલાકમાં પોણો લાખ જેટલા નવા દર્દીઓનો ઉમેરો થતા કુલ દર્દીઓની સંખ્યા ૬૬,૨૩,૮૧૫ થઈ છે. ૯૦૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૧,૦૨,૬૮૫ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રાલયના આંકડા  મુજબ દેશમાં કુલ ૯,૩૪,૪૨૭ સક્રિય કેસો છે જે કુલ કેસોના ૧૪.૧૧ ટકા હોવાનું જણાય છે. કોરોનાથી મૃત્યુદર ૧.૫૫ ટકા રહૃાો છે.

દેશમાં ઝડપથી કોરોના સંક્રમણ ફેલાઈ રહૃાું છે. ૧૬ સપ્ટેમ્બરના દેશમાં ૫૦ લાખનો આંક પાર થયો હતો જ્યારે ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખ દર્દીઓ નોંધાયા હતા અને એક સપ્તાહમાં વધુ ત્રણ લાખ દર્દીઓનો ઉમેરો થયો છે જે િંચતાજનક બાબત છે.

આઈસીએમઆરના મતે અત્યાર સુધીમાં કુલ ૭,૯૯,૮૨,૩૯૪ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જ્યારે રવિવારે દેશમાં ૯,૮૯,૮૬૦ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિતેલા ૨૪ કલાકમાં ૯૦૩ દર્દીઓના મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં ૩૨૬ દર્દીના મોત થયા છે. કર્ણાટકમાં ૬૭, તમિલનાડુમાં ૬૬, પશ્ર્ચિમ બંગાળમાં ૬૨ ઉત્તર પ્રદેશમાં ૫૨, પંજાબમાં ૪૧, આંધ્ર પ્રદેશમાં ૪૦, દિલ્હીમાં ૩૮ અને મધ્ય પ્રદેશમાં ૩૫ દર્દીના મોત થયા હતા.