કોરોના બેકાબુ બન્યો : બે દિવસમાં ચારના દર્દીઓના મોત

  • કોરોનાનું સંક્રમણ ચરમ સીમાએ પહોંચવા તરફ : અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનો ચોથો વોર્ડ ખોલવામાં આવ્યો

અમરેલી,
દેશભરની સાથે સાથે અમરેલી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ચરમ સીમાએ પહોંચવા તરફ જઇ રહયુ છે હજુ એક મહિનો અમરેલી જિલ્લા માટે ખુબ જ ભારે રહે તેવા અંશારો દેખાઇ રહયા છે અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનો આજે ચોથો વોર્ડ ખોલવામાં આવ્યો છે હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઇ રહયા છે અને કોરોના બેકાબુ બન્યો હોય તેમ રવિ અને સોમ એમ બે દિવસમાં ચારના દર્દીઓના મોત નીપજ્યા છે જેમાં એક દર્દીનું મોત સતાવાર રીતે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે એ સાથે સતાવાર મોતનો આંક 42 થયો છે.
અમરેલી તાલુકાના કેરાળાના 65 વર્ષના મહીલા દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યાનું આરોગ્ય તંત્રએ જણાવ્યુ છે આ સાથે કોરોનાના બીજા રાઉન્ડમાં સતાવાર રીતે પહેલુ મોત નીપજ્યુ છે જ્યારે રવિવારે લીલીયાના સલડી ગામના 45 વર્ષના આધ્ોડ દર્દી અને ખાંભાના 76 વર્ષના વૃધ્ધ દર્દીઓના અમરેલીમાં સારવાર દરમિયાન મોત નિપજયા હતા તથા આજે સોમવારે અમરેલીના હનુમાનપરા વિસ્તારના 65 વર્ષના મહીલા દર્દીનું મોત નીપજ્યુ છે આમ સતાવાર રીતે એક અને કોરોનાની સારવાર લઇ રહેલા બીજા ત્રણના મળી કુલ ચારના મોત થયા છે.
જ્યારે અમરેલી જિલ્લા સાથે જોડાયેલા સુરતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહયો છે અહીં માત્ર 3 દિવસમાં સાવરકુંડલાના વંડા ગામના વતની એવા 60 વર્ષની ઉમરના પાટીદાર સમાજના બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજયા હતા જ્યારે અમરેલી જિલ્લાના ગૌરવ એવા બગસરા તાલુકાના માવજીંજવાના વતની જગ વિખ્યાત જાદુગર કેલાલના પુત્ર અને જાદુગર જુનીયર કેલાલ તરીકે જાણીતા શ્રી હર્ષદભાઇ વોરા (હસુભાઇ) પણ અમદાવાદમાં કોરોના સામે જંગ હારી ગયા હતા તેમના નિધનના સમાચારથી અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.