કોરોના: ભારત અમેરિકાના માર્ગો,૨૪ કલાકમાં ૫૭ હજાર પોઝિટિવ કેસ

  • કોરોનાના કુલ આંકડો ૧૭ લાખની નજીક, વધુ ૭૬૪ના મોત સાથે મૃત્યુઆંક ૩૬,૫૧૧
  • સંક્રમણના કેસમાં આંધ્રપ્રદેશ સૌથી અસરગ્રસ્ત રાજ્ય બન્યું, કોરોના કંટ્રોલ રૂમમાં જ ચાર કર્મચારી પોઝિટિવ મળી આવ્યા, સંક્રમણને રોકવા દિલ્હીમાં  ફરીથી સીરો સર્વે શરૂ કરાયો
  • કોરોનાથી સ્વસ્થ થવાનો દર ૬૪.૫૧%, કુલ ૧૦,૯૪,૩૭૪ સ્વસ્થ થયા, ૫,૬૫,૧૦૩ એક્ટિવ કેસ

ન્યુ દિલ્હી,

આજથી સમગ્ર દેશમાં અનલોક-૩નો અમલ શરૂ થઇ ગયો છે ત્યારે ૧ જૂનથી શરૂ થયેલા અનલોક-૨ના છેલ્લાં દિવસે શુક્રવાર ૩૧ જુલાઇના રોજ કોરોના કેસોમાં વિસ્ફોટ સમાન અધધ..૫૭ હજાકથી વધારે કેસો સામે આવતાં ભારે હલચલ મચી ગઇ હતી.અનલોક-૩માં પણ વધુ છૂટછાટો જાહેર કરવામાં આવતાં કેસસો વધી શકે તેમ છે. આજે શનિવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે શુક્રવારના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે ૫૭,૪૮૬ કેસો સામે આવ્યાં હતા. અનને વધુ ૭૬૪ ના મોત પણ નોંધાયા હતા. કોરોના કેસોએ અત્યારસુધીના તમામ રેકોડ તોડી નાંખ્યા છે અને કેસો વધવાને બદલે હવે ૫૦ હજારની પીક પકડી હોય તેમ ૫૦ હજારની ઉપર કેસો બહાર આવી રહૃાાં છે. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી અસરગ્રસ્ત દેશ બની રહૃાો છે. રોજેરોજના કેસો પણ હવે જાણે કે અમેરિકાની નજીક જઇ રહૃાાં છે..આ સાથે જ  સંક્રમિતોની સંખ્યા હવે ૧૭ લાખ નજીક પહોંચી ગઈ છે ગણતરીના કલાકોમાં ૧૮ લાખને પાર થઇ જશે. સૌથી વધુ કેસો અનલોક-૨ના  જૂન માંસમાં નોંધાયા છે. બીજી તરફ  મૃતકોની સંખ્યા પણ  ૩૬ હજારને પાર થઇ ગઈ છે. સંક્રમણના મામલામાં  આંધ્રપ્રદેશ  સૌથી અસરગ્રસ્ત રાજ્ય બન્યું છે. ગઇકાલે આંધ્રમાં ૧૦,૩૭૬  કેસો નોંધાયા તો મહારાષ્ટ્રમમાં ૧૦,૩૨૦ કેસો નોંધાયા હતા. તામિલનાડુમાં ૫,૮૮૧ કેસો નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૬૪ લોકોના મોત થયા છે અને ૫૭,૪૮૬ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૬,૯૫,૯૮૮ પર પહોંચી છે અને ૩૬,૫૧૧ લોકોના મોત થયા છે. આ ગાળા દરમ્યાન ૧૦,૯૪,૩૭૪ લોકો સાજા પણ થઈ ગયા છે અને હાલમાં સારવાર હેઠનના કેસોનની સંખ્યા ૫,૬૫,૧૦૩ થઇ  છે.

સૂત્રોએ કહૃાું કે, કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે. એક દિવસમાં સૌથી વધારે મામલા અમેરિકા બાદ ભારતમાં નોંધાઈ રહૃાા છે.

આંધ્રપ્રદેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહૃાા છે. શુક્રવારે દેશમાં સૌથી વધુ ૧૦ હજાર ૩૭૬ કેસ આ રાજ્યમાં આવ્યા હતા. ત્યારપછી મહારાષ્ટ્રમાં ૧૦ હજાર ૩૨૦ દર્દી સામે આવ્યા હતા. આ સાથે આંધ્રપ્રદેશ દેશનું ત્રીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય બની ગયું છે. આ પહેલા દિલ્હી ત્રીજા નંબરે હતું. અહીંયા ૧ લાખ ૪૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૦ હજારથી વધુ દર્દી વધ્યા હતા. . છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૭ હજાર ૪૮૬ દર્દી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.આ પહેલા ગુરુવારે સૌથી વધુ ૫૪ હજાર ૭૫૦ દર્દી મળ્યા હતા.રાજસ્થાનમાં અલવરમાં કલેક્ટર કચેરીમાં કોરોના કંટ્રોલ રૂમમાં જ ચાર કર્મચારી પોઝિટિવ મળી આવ્યા છે. રાજગઢમાં ઝ્રત્નસ્ કોર્ટના ૮ કર્મી રોગી મળ્યા હતા.

મધ્યપ્રદેશમાં  હવે  કોઇ પણ જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કલેક્ટર નહીં કરી શકે. તેમણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરાયા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહૃાું કે, અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે હવે કોઈ પણ જિલ્લામાં નવું લોકડાઉન લાગુ નહીં કરાય. જે જિલ્લામાં પહેલાથી લોકડાઉન છે અથવા રવિવારનું લોકડાઉન છે.તે લાગુ રહેશે. બિહારમાં શુક્રવારે રેકોર્ડ ૨૯૮૬ દર્દી મળ્યા છે. આનાથી સંક્રમિતોનો આંકડો ૫૦ હજાર પાર થઈ ગયો છે.

દિલ્હીમાં સીરો-સર્વેનો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો  છે. આ સર્વે ૧ થી ૫ ઓગસ્ટ વચ્ચે ચાલશે. આ દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હી સહિત ચાર જિલ્લામાં ૧૫ હજાર સેમપ્લ લેવાશે. રાજ્ય સરકારે આ પહેલા સીરો સર્વે ૨૭ જૂનથી ૧૦ જુલાઈ સુધી કર્યો હતો. આ દરમિયાન ૨૦ હજાર સેમ્પલ લેવાયા હતા.

સીરો સર્વે હેઠળ ખબર પડી શકે છે કે કેટલા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહૃાા છે. તેની ટકાવારી શું છે? કહેવાનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિને કોરોના થાય છે. તેના અંદર કોઈ લક્ષણ જોવા મળતા નથી, તો આવા વ્યક્તિના શરીરમાં ૫-૭ દિવસની અંદર જાતે જ એન્ટીબોડી બનવાના શરૂ થઈ જાય છે, જે વાઈરસને શરીરમાં રહેવા દેતા નથી. જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.