કોરોના મહામારીમાં અમરપુર વરૂડીમાં અસરકારક કામગીરી કરાવતા સરપંચ

અમરેલી,અમરેલી તાલુકાના અમરપુર વરૂડી ગામે કોરોના મહામારી દરમિયાન બે વખત ગ્રામ સફાઇ, સેનીટાઇઝેશન, દવા, છંટકાવ, ઘરે ઘરે જાગૃતિ માટે પત્રિક વિતરણ, માસ્કનું મફત વિતરણ, કોરોના અંગે બેનર લગાવવા તેમજ કોરોના વોરીયર્સ કમિટીની બેઠક બોલાવી ગામમાં સરકારશ્રીના લોક ડાઉન નિર્ણયો અંગે જાગૃત કરીને પંચાયતના તમામ સભ્યો તથા કમિટીના સભ્યોને દોડતા કરી કવોરોન્ટાઇન લોકો પર દેખરેખ રાખી કડક અમલ કરાવેલ છે. આ કામગીરી સરપંચ શાંતિલાલ રાણવા, ઉપસરપંચ પ્રભાબેન ગોલ, સભ્યશ્રીઓ ભરતભાઇ ગોલ, ચેતનાબેન ગોલ, રમિલાબેન ગોલ, વિપુલભાઇ રાણવા, જાહિદઅલી સૈયદ, ગુણવંત મકવાણા, હંસાબેન ગોહિલ, સમિતીના સભ્યો મુકેશભાઇ પરવાડીયા, વિપુલભાઇ અજાણી, જગદીશભાઇ અજાણી, ગોરધનભાઇ કટકીયા, પટાવાળા નટુભાઇ, વાલ્વમેન, નવલભાઇ તથા આશા વર્કર બહેનો જયોસિનાબેન રાણવા, સોનલબેન વિકાણી સહિત આગેવાનો કોરોના મહામારી સામે લડવા સતત કામ કરી રહયા છે. તેમ સરપંચશ્રી શાંતિલાલ રાણવાની યાદી જણાવે છે.