કોરોના મહામારી: છેલ્લા ૨૪ કલાકમાં ૫૨,૫૦૯ નવા કેસ,૮૫૭ લોકોના મોત

  • કુલ કેસનો આંકડો ૧૯ લાખને પાર, મૃત્યુઆંક ૩૯૭૯૫એ પહોંચ્યો
  • દેશમાં રિકવરરી રેટ હાલમાં ૬૭.૧૯ ટકા, ૮૨ ટકા કેસો ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોમાંથી

બુધવારે ૫ ઓગસ્ટની સવાર સુધીમાં ભારતમાં કોરોના કેસ ૧૯ લાખની પાર થઈ ગયા છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૫૦૯ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે ૮૫૭ દર્દીઓના મોત થયા છે. આ સાથ કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૯,૦૮,૨૫૪ થઈ ગઈ છે. ૨૪ કલાકમાં ૮૫૭ દર્દીઓના મોત બાદ દેશમાં મરનારાની સંખ્યા વધીને ૩૯,૭૯૫ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બિમારીમાંથી અત્યાર સુધીમાં ૧૨,૮૨,૨૧૫ લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકોમાં ૫૧૭૦૬ લોકો સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં થયેલા નવા ૮૦૩ મોતમાંથી ૨૬૬ મહારાષ્ટ્રમાં, ૧૦૯ તમિલનાડુમાં, ૯૮ કર્ણાટકમાં, ૬૩ આંધ્ર પ્રદેશમાં, ૫૩ પશ્ર્ચિમ બંગાળમાં, ૪૮ ઉત્તર પ્રદૃેશમાં અને ૨૩ તેલંગાણામાં નોંધાયા છે.
બીજી તરફ, દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહૃાો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ભારતમાં ૪ ઓગસ્ટ સુધીમાં કુલ ૨,૧૪,૮૪,૪૦૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૧૯,૬૫૨ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
દેશમાં રિકવરરી રેટ હાલમાં ૬૭.૧૯ ટકા છે. ત્યારે પોઝિટિવીટીનો રેટ ૮.૪૭ ટકા છે. એટલે કે દૃેશમાં એક દિવસમાં જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ રહૃાું છે. તેમનાથી ૮.૪૭ ટકા લોકો પોઝિટિવ આવી રહૃાા છે.
ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં ૨ કરોડ ટેસ્ટ થયા છે. ગત સપ્તાહમાં પોઝિટિવિટી રેટ ૧૧ ટકા હતો અને મેમાં કુલ સંખ્યાના આધાર પર ભારતમાં પોઝિટિવિટી રેટ ૮.૮૯ ટકા હતો. ૨૮ રાજ્યો એવા છે કે રોજના ૧૪૦ મિલિયન પ્રતિદિન ટેસ્ટ કરી રહૃાા છે.દેશમાં અત્યાર સુધીમાં ૫ લાખ ૮૬ હજાર પોઝિટિવ કેસ છે. લોકડાઉન બાદ મુત્યુદૃર અત્યારે સૌથી ઓછો ૨.૧૦ ટકા છે. કોવિડથી મરનારામાં ૬૮ ટકા પુરુષો અને ૩૨ ટકા મહિલાઓ છે.
દેશમાં કોરોના વાઇરસ સતત નવા વિસ્તારોમાં પ્રસરી રહૃાો છે, પણ કુલ કેસોમાંથી ૮૨ ટકા કેસો ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવી રહૃાા છે. આમાં પણ ૫૦ જિલ્લાઓમાં ૬૬ ટકા કેસો નોંધાયા છે. જોકે દેશમાં કોરોનાથી મૃત્યુદૃર ઘટીને ૨.૧૦ થયો છે.