કોરોના મહામારી વચ્ચે દેશ આજે ૭૪મો સ્વાતંત્ર્ય દિવસ ઊજવશે

  • વડાપ્રધાન મોદી લાલ કિલ્લા ઊપરથી તિરંગો ફરકાવશે
  • સ્વતંત્ર્તા દિવસ સમારોહમાં અનેક ફેરફાર જોવા મળશે, ખૂબ જ ઓછા મહેમાનો હાજર રહેશે જ્યારે જવાનો પીપીઇ કિટ પહેરીને તૈનાત રહેશે, તમામ લોકો સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન કરશે
  • મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અને એક યુનિક આઇડેંટિટી નંબર જેવી જાહેરાતો કરી શકે છે

 

કોરોના સંકટ વચ્ચે દેશ આવતીકાલે ૧૫ ઓગસ્ટે પોતાનો ૭૪મો સ્વતંત્રતા દિવસ મનાવા જઈ રહૃાો છે. દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન મોદી આવતીકાલે તિરંગો ફરકાવશે. કોરોનાના કારણે આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. ખૂબ જ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. જ્યારે જવાનો પીપીઇ કિટ પહેરીને જવાનો તૈનાત રહેશે.

આ વખતે સમારોહમાં માત્ર નેશનલ કેડેટ કોરના ૫૦૦ બાળકો સામેલ થશે. આ બાળકોમાં દર દરેક વચ્ચે ૬ ફૂટનું અંતર રહેશે. પહેલા દર ૧૫-ઓગસ્ટે સ્કૂલના બાળકોનો આકર્ષણનું કેન્દ્ર બનતા હતા. દરવર્ષે લગભગ ૩૫૦૦ સ્કૂલના બાળકો હાજર રહેતા હતા. જેમને વડાપ્રધાન સાથે હાથ મિલાવવાની તક પણ મળતી હતી.

કોરોનાના પગલે તકેદૃારીના ભાગરૂપે આ વખતે સમારોહ માટે ઓપન પાસ ઈસ્યૂ નથી કરવામાં આવી રહૃાાં. આથી આ વખતે પણ લાલ કિલ્લાની પ્રાચીરની બન્ને તરફ માત્ર ૧૫૦ મહેમાનો હશે. પહેલા દરવર્ષે આવા મહેમાનોની સંખ્યા ૩૦૦ થી ૫૦૦ રહેતી હતા. હવે અનેક વીઆઇપી પ્રાચીરની સામે ફૉરગ્રાઉન્ડ પર ખુરશીઓમાં બેઠેલા જોવા મળશે. કુલ મહેમાનોની સંખ્યા ૨૦૦૦ની આસપાસ રાખવામાં આવી છે.

પીએમ મોદીને સેનાની ત્રણેય પાંખના જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. જેમાં અંદૃાજે ૨૨ જવાનો અને અધિકારી હશે. જ્યારે રાષ્ટ્રીય સેલ્યૂટમાં ૩૨ જવાન અને ઓફિસર હશે. આ સાથે દિલ્હી પોલીસના કર્મચારીઓ પણ હશે. કોરોના પ્રોટોકોલના કારણે આ જવાન ૪ લાઈનોમાં ઉભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે.

આ વખતે સમારોહમાં કોરોના વૉરિયર્સ પણ સામેલ થશે. એવી ચર્ચા છે કે, કોરોના વૉરિયર્સમાં દિલ્હી પોલીસના ૨૦૦ જવાનો, અર્ધ સૈનિક દળોના જવાનો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ ભાગ લઈ શકે છે. કોરોનાથી રિકવર થઈ ચૂકેલા કેટલા લોકોને પણ બોલાવવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાના ખતરાને જોતા આ વખતે સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહૃાાં છે.

આ દરમિયાન રક્ષા મંત્રાલયે લાલ કિલ્લા પર ધ્વજારોહણની દૃોરીને હેન્ડલ કરનારી સૈન્ય મહિલા ઓફિસરનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને જોતા મહિલા સૈન્ય અધિકારીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. ૧૫ ઓગસ્ટે વડાપ્રધાન જ્યારે ધ્વજારોહણ કરશે, ત્યારે તેઓ એજ દૃોરીને પકડશે. જેને સૌથી પહેલા મહિલા સૈન્ય ઓફિસર હેન્ડલ કરશે.

મળતી માહિતી મુજબ પીએમ મોદી લાલ કિલ્લા પરથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન શરુ કરવાની જાહેરાત કરી શકે છે. મનાઈ રહૃાું છે કે આયુષ્માન ભારત જેવી આ યોજના અંતરિયાળ વિસ્તારોમાં રહેનારા લોકો માટે લાભદૃાયક નિવડશે. કોરોનાને કારણે પીએમના ભાષણોમાં હેલ્થ પર વધારે ભાર મુકાઈ રહૃાો છે. પીએમ વધુ એક યુનિક આઈડેન્ટિટી નંબરની જાહેરાત કરી શકે છે.

આ યોજના હેઠળ ૪ બાબતો પર ફોકસ કરવામાં આવશે. સ્વાસ્થ્ય આઈડી કાર્ડ, પર્સનલ હેલ્થ રિકોર્ડ, ડિજી ડૉક્ટર અને હેલ્થ ફેસિલિટીનો રિકોર્ડ. પછીથી આ મિશનમાં ટેલી મેડિસિન અને ઈ ફાર્મેસીની સેવાઓને જોડવામાં આવશે. આ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે.

દેશમાં તબક્કાવાર રીતે એનડીએચએમ યોજના લાગુ કરવામાં આવશે. શરૂઆતમાં કેટલાંક પસંદગીના રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. નાણાં મંત્રાલયે આ પ્રસ્તાવિત યોજના માટે ૪૭૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે.