કોરોના મહામારી વિરુદ્ધ લડવાની ભારતની ક્ષમતા પર WHO ને સંપૂર્ણ વિશ્વાસ

કોરોના વાયરસની જંગમાં ભારતના પ્રદર્શન એ અમેરિકા સહિત દૃુનિયાના કેટલાંય દૃેશોને અસર કરી છે. ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ મહામારીથી મુકાબલા માટે ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ડબલ્યુએચઓએ કહૃાું કે સંયુકત રાજ્ય અમેરિકા, બ્રાઝીલ અને ભારત જ્યાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થયો છે, હજુ પણ મહામારીને હરાવીને ટોચ પર પહોંચવાની ક્ષમતા ધરાવે છે. ડબલ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ.માઇક રેયાન એ કહૃાું કે ભારત, અમેરિકા અને બ્રાઝીલ શક્તિશાળી, સક્ષમ, લોકતાંત્રિક દૃેશ છે, તેમની પાસે આ બીમારીથી ઉકેલવા માટે જબરદસ્ત આંતરિક ક્ષમતા છે.
અમેરિકા દૃુનિયામાં સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. બીજા નંબર પર બ્રાઝીલ છે અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે. રોયટર્સ ટેલીના મતે અમેરિકામાં કોરોના વાયરસના મામલે ગુરૂવારના રોજ ૪ મિલિયનથી વધુ થઇ ગયો છે. અહીં દરેક કલાક સરેરાશ ૨૬૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોનાની વિરૂદ્ધ જંગમાં ભારતના વખાણ કર્યા હતા. તેમણે કહૃાું હતું કે વ્યાપક સ્તર પર ટેસ્ટિંગના મામલામાં અમેરિકા બાદ ભારતનો નંબર આવે છે.