કોરોના મહામારી: CBSEની ધો.૧૦-૧૨ની જુલાઇમાં યોજાનાર પરીક્ષા રદ્દ

છેલ્લી ૩ પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે,સીબીએસઇની પરીક્ષા ૧થી ૧૫ જુલાઈ દૃરમિયાન યોજાવાની હતી

ન્યુ દિૃલ્હી,
સીબીએસઇ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા રદ્દ કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . મહારાષ્ટ્ર, દિૃલ્હી અને ઓડિશાએ પરીક્ષા કરાવવાની ના પાડતા એફિડેવિડ દૃાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાુ કે, ધોરણ ૧૦ અને ૧૨ની ૧થી ૧૫ જુલાઈ સુધી યોજાનારી પરીક્ષા રદ્દ કરી દૃેવામાં આવી છે.
મહત્વનું છે કે સીબીએસઈએ ધોરણ ૧૦ની પરીક્ષા સંપૂર્ણ રીતે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સીબીએસઈ ધોરણ ૧૨ પરીક્ષાઓ હવે વૈકલ્પિક હશે. સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દૃરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે હવે કયા આધાર પર વિદ્યાર્થીઓનાં અંક આપવામાં આવશે અને રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. સીબીએસઈ અને કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સાથે બેઠકમાં બૉર્ડનાં અધિકારીઓએ કહૃાું હતુ કે ૧૦માં ધોરણનાં ઇન્ટરનલ એસેસમેન્ટનાં આધારે રિઝલ્ટ તૈયાર કરવું સરળ છે.
જો કે ૧૨ ધોરણનાં મામલે આ પ્રકારનું રિઝલ્ટ તૈયાર કરવામાં મુશ્કેલી આવશે. કેમકે ૧૨માં ધોરણનાં આધારે આઈઆઈટી, મેડિકલ સહિત અનેક ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન મળે છે. સ્કૂલનાં એસેસમેન્ટમાં અનેક હોનહાર વિદ્યાર્થી પણ પાછળ રહી શકે છે. આ કારણે બૉર્ડે સુપ્રીમ કૉર્ટને જણાવ્યું કે ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને ૨ વિકલ્પ આપવામાં આવે. તેમને સ્કૂલમાં થયેલી ૩ પરીક્ષાઓમાં તેમના પરફોર્મન્સનાં આધારે અંક આપવામાં આવે.
આ ઉપરાંત તેમને કેટલાક મહિના બાદૃ થનારી ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો પણ વિકલ્પ પણ આપવામાં આવે. વિદ્યાર્થી ઇચ્છે તો ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપીને પોતાનો સ્કોર સારો કરી શકશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ચાલી રહેલી પરીક્ષાઓ કોરોના મહામારીનાં કારણે સ્થગિત કરી દૃેવામાં આવી હતી. ત્યારબાદૃ સીબીએસઈએ ૧ જુલાઈથી લઇને ૧૫ જુલાઈ સુધી પરીક્ષાઓ કરાવવાની વાત કહી હતી.
આઇસીએસઇએ કહૃાું કે તે પણ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓને રદ્દ કરશે. અસેસમેન્ટ અંતર્ગત પરિણામો જાહેર કરવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો થાય છે, તો ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે કે નહીં, તે પછીથી નક્કી કરવામાં આવશે.