કોરોના મહાસંક્ટ: ૨૪ કલાકમાં અધધ..૬૨ હજાર કેસો, ૮૯૯ના મોત

  • દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૦ લાખને પાર, ૪૧ હજારથી વધુના મોત
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧ હજાર ૫૧૪ અને આંધ્રપ્રદેશમાં ૧૦ હજાર ૩૨૮ સંક્રમિત મળ્યા
  • ઝામુમો પ્રમુખ શિબૂ સોરેનના આવાસ પર ૧૨ કર્મચારી કોરોના પોઝિટિવ, બિહારમાં કોરોનાને લીધે જજનું નિધન

ન્યુદિલ્હી,

સમગ્ર દેશમાં અનલોક-૩ના અમલ વચ્ચે અનલોક-૩ના છઠ્ઠા દિવસે એટલે કે ગુરૂવારે અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૨ હજાર કરતાં વધારે કેસો એક જ દિવસમાં નોંધાતા લોકલ સંક્રમણને કારણે આ કેસો વધ્યા હોવાનું મનાઇ રહૃાું છે. એક જ દિવસમાં આ સૌથી મોટો આંકડો છે. જો કે તેને કોમ્યુનીટી સંક્રમણ માનવાનો ઇક્ધાર કરવામાં આવી રહૃાો છે. અનલોક-૩માં જીમ અને યોગા સસ્થાઓ ખુલતાં કેસો વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે સૌથી વધુ ૧૧ હજાર ૫૧૪ અને આંધ્રપ્રદેશમાં ૧૦ હજાર ૩૨૮ સંક્રમિત કેસ મળ્યા હતા. આ સાથે જ ભારતમાં કેસોની સંખ્યા ૨૦ લાખને પાર પહોંચી ગઇ છે. ઝામુમો પ્રમુખ શિબૂ સોરેનના આવાસ પર ૧૨ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતા. આજે સવારે શુક્રવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે ૬૨૧૭૦ કેસો સાથે કુલ કેસ ૨૦,૨૫,૪૦૯ પર પહોંચ્યા હતા. આ સમયગાળામા ૫૦,૧૪૧ દર્દીઓ સાજા પણ થયા હતા અને કુલ સાજા થયેલા લોકોની સંખ્યા ૧૩,૭૭,૩૮૪ થઇ હતી. સારવાર હેઠળના કેસોની સંખ્યા ૬,૦૫,૯૩૩ થઇ છે. વધુ ૮૯૯નો મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૪૧, ૬૩૮ થયો હતો.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખને પાર કરી ગઈ છે. શુક્રવાર સવાર સુધી ૨૦ લાખ ૨૫ હજાર ૪૦૯ કેસ નોંધાયા છે. ગુરુવારે એક દિવસમાં ૬૨ હજાર ૧૭૦ દર્દી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.
તો આ તરફ મહારાષ્ટ્રમાં ગુરુવારે સૌથી વધુ ૧૧ હજાર ૫૧૪ અને આંધ્રપ્રદેશમાં ૧૦ હજાર ૩૨૮ સંક્રમિત મળી આવ્યા છે. આ સાથે જ દુનિયામાં નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. ભારતમાં ૨.૪%ના દરે દર્દીઓ વધી રહૃાા છે. છેલ્લા ૭ દિવસ(૨૯ જુલાઈ-૭ ઓગસ્ટ)માં ભારતમાં ૩.૭૯ લાખ દર્દી વધ્યા છે. સાથે જ અમેરિકામાં ૩.૭૬ લાખ અને બ્રાઝિલમાં ૩.૦૭ લાખ સંક્રમિત મળ્યા છે. અમેરિકામાં નવા દર્દી વધવાની ટકાવારી દૃરરોજ ૧% અને બ્રાઝિલમાં ૧.૬% છે.એટલે કે સૌથી વધુ દર્દી વાળા આ ત્રણ દેશમાં દર્દીઓના વધવાની ટકાવારી પણ ભારતમાં સૌથી વધુ છે. કોરોનાનું સંક્રમણ ઝામુમો પ્રમુખ શિબૂ સોરેનના આવાસ સુધી પહોંચી ગયું છે. તેમના આવાસના ૨૪ લોકોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી ૧૨ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. જેમાં સુરક્ષાકર્મી અને અન્ય કર્મચારીઓ પણ સામેલ છે.
મધ્યપ્રદેશમાં અનલોક-૩ હેઠળ રાજ્ય સરકાર લોકોને થોડી બીજી છૂટ આપવા જઈ રહી છે. ભોપાલ સહિત રાજ્યના તમામ જિલ્લામાં હવે માત્ર રવિવારે પૂર્ણ લોકડાઉન રહેશે.
પટના સિવિલ કોર્ટની ફેમિલી કોર્ટના જજ હરીશચંદ્ર શ્રીવાસ્તવનું એઈમ્સમાં કોરોનાના કારણે ગુરુવારે મોડી રાતે નિધન થયું છે. બિહારમાં આ પહેલા જજ છે જેમનું કોરોનાના કારણે નિધન થયું છે.
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૦ લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૧ દિવસમાં ૧૦ લાખથી વધુ નવા દર્દી સામે આવ્યા. એટલે કે દરરોજ સરેરાશ ૪૭ હજારથી વધુ. હવે દુનિયાના માત્ર ત્રણ દેશ ભારત, બ્રાઝિલ અને અમેરિકામાં ૨૦ લાખથી વધુ કોરોના સંક્રમિત છે. પરંતુ ૧૦ લાખથી ૨૦ લાખ કેસ થવામાં ભારતમાં સૌથી ઓછો સમય લાગ્યો છે. દેશમાં માત્ર ૨૧ દિવસમાં આવું થયું.છે. સાથે જ અમેરિકામાં ૪૧ દિવસ તો બ્રાઝિલમાં ૨૭ દિવસમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૦ લાખથી ૨૦ લાખ થયો હતો.
દેશમાં છેલ્લા આઠ દિવસથી સતત ૫૦ હજારથી વધુ કેસ નોંધાય છે. આ ગતિ આગળ પણ આવી જ રહેશે તો ૨૦ થી ૩૦ લાખ કેસ થવામાં ૨૧ દિવસથી પણ ઓછો સમય લાગશે.