કોરોના મામલે ગુજરાત દૃેશમાં સૌથી સંવેદનશીલ ૯ રાજ્યો પૈકી એક છે

 • દૃેશમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ કથળી રહી છે
 • ગુજરાતમાં મહામારીને લઈને સંવેદનશીલતાના આ ઈન્ડેક્સમાં જુદા જુદા પેરામીટર પૈકી હેલ્થકેર અને સ્વચ્છતા મામલે ૦.૮૮ માર્ક મળ્યા છે
  અમદાવાદ,
  દૃેશમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ કથળી રહી છે. જેમાં સૌથી વધુ ફાળો કેટલાક રાજ્યોનો છે જેને લઈને નિષ્ણાંતોએ તૈયારી કરેલા વલ્નરેબિલિટિ ઈન્ડેક્સમાં ગુજરાતનું પણ નામ ટોચના ૯ રાજ્યો પૈકી છે. લંડન બેઝ્ડ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ લેસન્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ એક અભ્યાસમાં ગુજરાતનું નામ પણ દૃેશના સૌથી વધુ કોરોના સામે નબળાં પુરવાર થયેલા રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદૃેશ, તેલંગણા, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદૃેશ, પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા સાથે લેવામાં આવ્યું છે.
  સંશોધકોએ ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે સમગ્ર ચિતાર આપવા માટે વલ્નરેબિલિટિ ઈન્ડેક્સ તૈયાર કર્યો છે. જેમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ શકે તેમ હોય તેવા નબળા રાજ્યોને ૧.૦ અને સૌથી ઓછી ખરાબ સ્થિતિનો ભય હોય તેવા નબળા રાજ્યોને ૦.૦ વચ્ચે નંબર આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો સ્કોર ૦.૭૭ છે. જ્યારે ગુજરાતનું પડોશી એવું મધ્યપ્રદૃેશ ૧ સ્કોર સાથે કોરોના મહામારીને લઈને સૌથી વધુ સંવેદનશીલ રાજ્ય ગણવામાં આવ્યું છે.
  ગુજરાતમાં મહામારીને લઈને સંવેદનશીલતાના આ ઈન્ડેક્સમાં જુદા જુદા પેરામીટર પૈકી હેલ્થકેર અને સ્વચ્છતા મામલે ૦.૮૮ માર્ક મળ્યા છે. આ અભ્યાસ અહેવામાં કહેવામાં આવ્યું છે કે ‘આ વલ્નરેબિલિટી ઈન્ડેક્સ તૈયારી કરવા માટે ૧૫ જેટલા જુદા જુદા સૂચકો આધારે રાજ્યો અને જિલ્લાને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે અને તેના આધારે ગણતરી કરીને આ સ્કોર આપવામાં આવ્યો છે. આ સૂચકોમાં જે તે વિસ્તારની સામાજિક આર્થિક પરિસ્થિતિ, જે તે વિસ્તારની વસ્તી, આવાસ અને સ્વચ્છતા, રોગચાળાના ફેલાવાને લગતી સ્થિતિ અને તે વિસ્તારની આરોગ્ય સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  કોવિડ-૧૯ મહામારીના સમયમાં રોગના ફેલાવા કરતાં પણ વધુ જોખમ તેની સામે રહેલી સંવેદનશીલતા છે. એવું બની શકે કે મહામારીની શરુઆતના તબક્કામાં કોઈ વ્યક્તિ અથવા તો ગ્રુપ આ બિમારી સામે સંવેદનશીલ ન પણ હોય, પરંતુ મહામારીને રોકવા માટે લેવામાં આવેલા સરકારી પગલાના આધારે આગળ જતા તેઓ બિમારી સામે સંવેદનશીલ બની શકે છે.
  આ અભ્યાસ લેખના ઓથર રાજીબ આચાર્ય અને આકાશ પોરવાલે કહૃાું કે, ‘આ કારણે કોવિડ-૧૯ મહામારી સામે લડવા અને તેના ફેલવાના કંટ્રોલ કરવા માટે સમાજની સામાજીક અને અન્ય સંવેદનશિલતાને સમજવી ખૂબ જ જરૂરી છે. આ અભ્યાસમાં એવા લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં વૃદ્ધો, અન્ય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ, તેમજ જુદી – જુદી સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો જે આર્થિક, માનસિક અને શારીરિક એમ અલગ-અલગ રીતે આ સંકટનો સામનો કરવા સંઘર્ષ કરી રહૃા છે. સંશોધકોનું કહેવું છે કે, કોવિડ-૧૯ મહામારીને યોગ્યરૂપે જવાબ આપવા અને આ સમસ્યાને મેનેજ કરવા માટે સમગ્ર આરોગ્ય સિસ્ટમે તેની સામાજિક નબળાઈઓને સમજવી જરૂરી છે.