કોરોના રસીનો કેટલોક જથ્થો ભારતે બાંગ્લા દેશ-નેપાળને રવાના કર્યો

ભારતે બનાવેલી કોરોના વેક્સીન લેવા માટે  દુનિયાના બીજા  દેશોએ રીતસરની લાઈન લગાવી છે.એક તરફ ભારતમાં જ કરોડો લોકોને રસી આપવાની છે ત્યારે બીજા  દેશોને રસી આપવા માટે ભારતે પાડોશી  દેશ પહેલાની નીતિ અપનાવી છે.

જેના ભાગરુપે આજે કોરોના રસીનો કેટલોક જથ્થો બાંગ્લા દેશ અને નેપાળને રવાના કરાયા છે.એક દિવસ પહેલા ભારતે માલદીવ અને ભુટાનને પણ રસી મોકલી છે.વિ દેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લા દેશ પહોંચેલી રસીના ટ્રાન્સપોર્ટેશનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.તેમણે કહૃાુ હતુ કે, વેક્સીન ફ્રેન્ડશીપ બે  દેશો વચ્ચેના સબંધોને સમર્થન આપે છે.

ભારતે બાંગ્લા દેશને ૨૦ લાખ અને નેપાળને ૧૦ લાખ ડોઝ મોકલ્યા છે.આ પહેલા ભુટાનને દૃોઢ લાખ અને માલદીવને એક લાખ ડોઝ ભારત મોકલી ચુક્યુ છે.ભુટાન આ માટે ભારતનો આભાર માની ચુક્યુ છે.માલદીવના રાષ્ટ્રપતિએ પણ ભારતનો આભાર માન્યો છે.

ભારત  દુનિયામાં રસીના મોટા ઉત્પા દકો પૈકીનો એક  દેશ છે.પાકિસ્તાનને છોડીને બાકીના તમામ પાડોશી  દેશોએ રસી માટે ભારતનો સંપર્ક કર્યો છે.