કોરોના: રાજકોટમાં ૨૪ કલાકમાં ૨૧ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૫ હજારને પાર

રાજકોટ,
રાજકોટમાં ૨૪ કલાકમાં ૨૧ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. રાજકોટમાં આરોગ્ય તંત્ર જે આંકડા જાહેર કરી રહૃાું છે તે મુજબ શહેર અને જિલ્લા બંને વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોના સ્થિર છે અને ૧૫૦ની આસપાસ જ કેસ આવી રહૃાા છે. છેલ્લા ઘણા દિવસ મુજબ શનિવારે પણ નવા કેસનો આંક ૧૫૧ આવ્યો હતો. મૃત્યુઆંકમાં સપ્તાહ દરમિયાન પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ૨૪ કલાકમાં ૩૫થી ૪૦ મોત નોંધાતા હતા જેમાં હવે ઘટાડો થયો છે અને ૧૯મીના સવારની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં થઈને કુલ ૨૩ મોત નોંધાયા હતા. રાજકોટ શહેરમાં કુલ કેસ ૫૦૨૫ થયા છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા ૨૪૬૨ છે. કુલ કેસનો આંક ૭૪૮૭ થયો છે. રાજકોટમાં ગઈકાલે શનિવારે કોરોનાની ત્રીજી ઓટોપ્સી કરવામાં આવી હતી. રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ પ્રવેશ દ્વાર નજીક એક ચેકપોસ્ટ રાખવામાં આવી છે. સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવી છે. આજે ગ્રીનલેન્ડ ચોકડી પરથી રાજકોટ આવતા તમામ મુસાફરોનું ચેિંકગ કરવામાં આવી રહૃાું છે. રાજકોટમાં રાજ્યમાં સૌ પ્રથમ કોરોનાની પેથોલોજિકલ ઓટોપ્સી શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ બે વ્યક્તિના પરિવારજનોએ પેથોલોજિકલ ઓટોપ્સી માટે મંજૂરી આપી છે.
શનિવારે વધુ એક ત્રીજી ઓટોપ્સી કરાઈ હતી તેમ રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપરિન્ટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદૃેહની પેથોલોજિકલ ઓટોપ્સીની શરૂઆત ૩ સપ્ટેમ્બરથી થઈ હતી. ડો.ક્યાડાના જણાવ્યા અનુસાર કોરોનામાં શરીરના ક્યાં અવયવો પર કેવી અસર થાય છે તે ઓટોપ્સી દ્વારા જ જાણવા મળે છે.