કોરોના વચ્ચે પણ અમરેલી જિલ્લામાં પુર્વવત થઇ રહેલું જનજીવન

  • કોરોનાના કેસોની ઘટી રહેેલી સંખ્યાની રાહતના સમાચાર સાથે તહેવારો આવ્યા હોય
  • અમરેલી જિલ્લામાં અધિક મહીનાથી જ જનજીવન દોડતુ થઇ ગયું હતુ : આસો માસના પ્રારંભે જ તમામ શહેર ગામડાઓમાં નાના મોટા ધંધાઓ શરૂ થઇ ગયા 
  • સાવચેતી સાથે દિપાવલીના તહેવારો ઉજવવા માટે લોકો દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ : બજારોમાં તહેવારોની ભીડ દેખાવા લાગી : છેલ્લા સપ્તાહમાં સારા સંકેતો

અમરેલી,
કોરોનાના કેસોની ઘટી રહેેલી સંખ્યાની રાહતના સમાચાર સાથે તહેવારો આવ્યા હોય કોરોનાના કહેર વચ્ચે પણ અમરેલી જિલ્લામાં જન જીવન પુર્વવત થઇ રહયુ છે લોકો બહાર નીકળી રહયા છે અને સાવચેતી પણ રાખી રહયા છે.
અમરેલી જિલ્લામાં અધિક મહીનાથી જ જનજીવન દોડતુ થઇ ગયું હતુ પણ આસો માસના પ્રારંભે જ તમામ શહેર ગામડાઓમાં નાના મોટા ધંધાઓ શરૂ થઇ ગયા છે અને સાવચેતી સાથે દિપાવલીના તહેવારો ઉજવવા માટે લોકો દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ હોય બજારોમાં તહેવારોની ભીડ દેખાવા લાગી છે દિપાવલીના છેલ્લા સપ્તાહમાં સારા સંકેતો દેખાઇ રહયા છે જો કે મગફળીનો ઉતારો જોઇએ તેટલો ન હોવાને કારણે ખેતી આધારીત અર્થતંત્રને અસર થશે પણ તેની સામે મગફળીના ભાવ પણ સંતોષકારક હોય અને કપાસ પણ ઉતરી રહયો હોય બજારમાં દિવાળી આસપાસ નાણા આવશે.