કોરોના વાયરસની રસીમાં ઇંજેક્શનની જગ્યાએ ટેબ્લેટ આવશે

  • ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કામ શરુ કર્યું

 

વેક્સીનના નામ પર ઇન્જેક્શનથી ગભરાનારાઓ માટે એક સારા સમાચાર છે. લોકોને ટૂંક સમયમાં જ કોરોના વાયરસની રસીમાં ઇન્જેકશનની જગ્યાએ ટેબલેટ મળી શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેના પર કામ શરૂ કરી દીધું છે.

બ્રિટિશ અખબાર ડેલી મેલના મતે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સીનના મુખ્ય ડેવલપર સારા ગિલ્બર્ટે પોતાની ટીમની સાથે ઇન્જેકશન ફ્રી રસી પર કામ શરૂ કરી દીધું છે. વૈજ્ઞાનિકોની ટીમ કોરોના વાયરસની એવી વેક્સીનની શોધ કરી રહૃાા છે જે બાળકોને લૂમાં અપાતી નેઝલ સ્પ્રે કે પછી પોલિયો વેક્સીનેશનમાં અપાતી ટેબલેટ જેવી હોય.

આ માત્ર ઇન્ફેક્શનથી ગભરાતા લોકો માટે જ રાહતના સમાચાર છે પરંતુ આખી દુનિયામાં રસી અભિયાનને તેજી મળશે. આ સિવાય રસીને યોગ્ય તાપમાન પર સ્ટોર કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પ્રોફેસર ગિલ્બર્ટે કહૃાું કે ટેબલેટ કે નેઝલ સ્પ્રે ફેફસાં, ગળા અને નાકના ઇમ્યુન સેલ્સ પર શ્રેષ્ઠ રીતે કામ કરશે.

પ્રોફેસર ગિલ્બર્ટે કહૃાું કે કોરોના વાયરસના નેઝલ સ્પ્રે અને ટેબલેટ વેક્સીનને બનાવામાં હજુ થોડોક સમય લાગશે કારણ કે સૌથી પહેલાં તેમની સુરક્ષા અને એફીકેસી ટેસ્ટ કરવો પડશે.

પ્રોફેસર ગિલ્બર્ટે કહૃાું કે ઇન્જેકશનની તુલનામાં નેઝલ સ્પ્રે અને ટેબલેટ વેક્સીનથી મળનાર ઇમ્યુન રિસ્પોન્સ થોડોક અલગ હશે પરંતુ તેના ફાયદા વધુ હશે. આથી આપણે ભવિષ્યમાં વેક્સીન આપવાની બીજી અલગ-અલગ રીતો પર વિચાર કરીશું.

ગયા મહિને એક બ્રિટિશ બાયોટેક કંપની દ્વારા ચલાવામાં આવેલા ટ્રાયલમાં વાંદરાઓને આપવામાં આવેલ કોરોના વાયરસની ઓરલ વેક્સીન અસરકારક જોવા મળી. કેલિફોર્નિયાની કંપની ઇમ્યુનિટીબાયોએ બ્રિટનમાં તેના ટેસ્ટ માટે રેગ્યુલેટરી મંજૂરી માંગી છે.