કોરોના વાયરસ આપણા વચ્ચે લાંબો સમય રહેવાનો છે: ’હુ’ની દૃુનિયાને ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ ગેવ્યેસિસે ચેતવણી આપતા કહૃાુ છે કે, કોરોના વાયરસ હાલમાં તો આપણી વચ્ચેથી જવાનો નથી અને લાંબા સમય સુધી તે રહેવાનો છે.
તેમણે દૃુનિયાને સતર્ક રહેવા માટે અપીલ કરીને કહૃાુ છે કે, એશિયા અને મિડલ ઈસ્ટના દૃેશોમાં કોરોનાના કેસ સતત વધી રહૃાા છે. બીજી તરફ કોરોનાની વેક્સીન પણ આપવામાં આવી રહી છે પરંતુ લોકોએ બેદરકારી દાખવવાની નથી.રોજે રોજ સાવધાની રાખવી જરુરી છે. આ વાયરસન રોકી શકાય છે અને ઘણા દૃેશો સફળ પણ થયા છે. હવે તેઓ ખુશી મનાવી રહૃાા છે.
તેમણે કહૃાુ છે કે, દૃુનિયાની ઈકોનોમી ખુલે, વિવિધ દૃેશો વચ્ચે વેપાર અને મુસાફરી ફરી શરુ થાય તે જોવાની ઈચ્છા છે પણ જ્યારે કેટલાક દૃેશોમાં મોતનો આંકડો વધી રહૃાો છે ત્યારે લોકોએ સાવધ રહેવાની જરુર છે.
ટ્રેડોસે કહૃાુ હતુ કે, કોરોના વાયરસનુ સંક્રમણ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેવાનુ છે. પણ તેની સામે હકારાત્મક વલણ અપનાવવુ પડશે. વર્ષની શરુઆતમાં કોરોનાના કેસ ઘડી રહૃાા હતા પણ હવે ફરી સંક્રમણ તેજ બન્યુ છે. તેની સામે સાવધ રહેવાની અને વેક્સીન લેવાની જરુર છે.