શ્વાસ લેવાની સમસ્યા હોય તો કોરોના વધારે ખતરનાક
કોરોના વાયરસ પર ડબલ્યુએચઓએ એકવાર ફરી લોકોને ચેતવ્યા છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે લોકોએ
કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જોઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી
થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે એક વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહૃાું કે કોરોના
વાયરસ મહામારી એક મોટી લહેર છે. હૈરિસે ઉત્તર ગોળાર્ધમાં ગરમીનાં હવામાનમાં આ વાયરસને લઇને
કોઈપણ પ્રકારની લાપરવાહી ના કરવાની ચેતવણી આપી છે.
હૈરિસે કહૃાું કે, કોરોના વાયરસ કોઈ સામાન્ય ઇન્લૂએન્ઝા જેવો નથી જે ઋતુ બદલવાની સાથે ઓછો થઈ
જાય. ડબલ્યુએચઓનાં અધિકારીઓએ હોંગકોંગમાં ફરીવાર કોવિડ-૧૯નાં વધી રહેલા કેસોને લઇને પણ
ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહૃાું કે આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર છે, જો કે આપણે એક સાથે
મળીને આને ફેલાતો રોકી શકીએ છીએ. હૈરિસે કહૃાું કે, આપણે અત્યારે કોરોના વાયરસની પહેલી લહેરનો
સામનો કરી રહૃાા છીએ. આ એક મોટી લહેર બનવાની છે જે ઉપર-નીચે જઇ રહી છે, પરંતુ સૌથી સારી વાત
એ છે કે આપણે આ કર્વને લેટ કરી શકીએ છીએ.
ગરમીનાં હવામાનમાં અમેરિકામાં કોરોનાનાં વધતા કેસોની તરફ ઇશારો કરતા હૈરિસે કહૃાું કે, આપણે વધારે
સતર્ક અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવાની જરૂરિયાત છે. તેમણે લોકોને એક સાથે ભેગા ના થવાની પણ
ચેતવણી આપી છે. હૈરિસે કહૃાું કે, લોકો અત્યારે પણ આને મોસમી બીમારી તરીકે જોઇ રહૃાા છે. આપણે
બધાએ એ સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે અલગ રીતે વ્યવહાર કરી રહૃાો છે અને આ
વાયરસ દરેક મોસમમાં રહેવાનો છે.
જો તમને પહેલાથી જ શ્વાસ લેવાની બીમારી છે તો તમારા સ્વાસ્થ્ય માટે વધારે ખતરનાક થઈ શકે છે.