કોરોના વિસ્ફોટ: ૨૪ કલાકમાં ૨૬ હજાર નવા કેસ,૪૭૫ના મોત

 • દૃેશમાં કોરોનાના કુલ કેસ આઠ લાખની નજીક,મૃત્યુઆંક ૨૧૬૦૪એ પહોંચ્યો
 • દૃેશમાં ૪૩% મોત એવા દૃર્દૃીઓના જેમની ઉંમર ૩૦થી ૫૯ વર્ષ, ઉત્તરપ્રદૃેશમાં ૧૩ જુલાઈની સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત

  કોરોના વાઇરસરૂપી ગાડી જાણે કે અટકવાનું કે ધીમી પડવાનું નામ ન લેતી હોય તે રોજેરોજ કેસોમાં નવા નવા રેકોર્ડ નોંધાઇ રહૃાાં હોય ચેમ ગઇકાલે ગુરૂવારે સમગ્ર દૃેશમાંઅત્યારસુધીમાં સૌથી વધારે ૨૬ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા.અનલોક-૨ના ૯મા દિવસે આ એક જ દિૃવસમાં જંગી વધારો સત્તાવાળાઓ માટે ચિંતા ઉપજાવે તેમ છે. આજે શુક્રવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં કુલ ૨૬,૫૦૬ કેસો નોંધાયા હતા અને આ જ સમય ગાળામા વધુ ૪૭૫ લોકોના મોત થયા હતા. તે સાથે કેસોની સંખ્યા વધીને ૭,૯૫,૭૨૯ થઇ છે. જ્યારે સારવાર હેઠળના કેસોની સંખ્યા વધીને ૨,૭૭, ૯૪૨ અને. સાજા થયેલી સંખ્યા તેના કરતાં વધારે, ૪,૯૬,૦૪૮ થઇ છે. તો આ તરફ દૃેશમાં અત્યાર સુધી ૪૩% મોત એવા દર્દૃીઓના થયા છે જેમની ઉંમર ૩૦ થી ૫૯ વર્ષની વચ્ચે હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ૩૦થી ૪૪ વર્ષની ઉંમરના ૧૧% દર્દૃીઓએ જીવ ગુમાવ્યા છે. આ ચાઇનીઝ બિમારીએ સૌથી વધુ ૬૦ વર્ષની ઉંમરના લોકોને અસર કરી છે.. આવા ૫૩% દર્દૃી છે. અત્યાર સુધી દૃેશમાં ૨૧ હજાર ૬૨૩ લોકોના મોત થયા છે. સંક્રમણને રોકવા ઉત્તરપ્રદૃેશમાં ૧૦ જુલાઈની રાતે ૧૦ વાગ્યાથી ૧૩ જુલાઈની સવારે ૫ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યાં પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ હજાર ૫૦૬ કેસ સામે આવ્યા હતા. સાથે જ ૪૭૫ લોકોના મોત થયા હતા. દૃરમ્યાન, મહારાષ્ટ્રના જેલ વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી ૫૯૬ કેદૃી અને ૧૬૭ જેલ કર્મચારી પોઝિટિવ મળી આવ્યા છે. સૌથી વધુ સંક્રમણના કેસ નાગપુર કેન્દ્રીય જેલમાં સામે આવ્યા છે. અહીંયા ૨૧૯ અને ૫૭ સ્ટાફકર્મી સંક્રમિત થયા છે.
  સૂત્રોએ કહૃાું કે, અમેરિકામાં અને બ્રાઝીલ બાદૃ ભારતમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ સામે આવી રહૃાા છે. આજે દૃેશમાં ૨૪ કલાકમાં ૨૬ હજારથી વધારે કેસ નોંધાયા છે. દૃેશમાં કોરોનાગ્રસ્ત દર્દૃીઓની કુલ સંખ્યા આઠ લાખને નજીક પહોંચી ગઈ છે.
  આંકડા મુજબ, દૃેશમાં હાલ ૨,૭૬,૦૦૦ એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં ૯૩ હજારથી વધારે દર્દૃીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહૃાા છે. ત્યારબાદૃ બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબર પર દિૃલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ર્ચિમ બંગાળ છે.
  મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૬૮ કેસ સામે આવ્યા છે. ૬૮ લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોનાના કુલ ૮૯૧૨૪ કેસ થઈ ગયા છે અને ૫૧૩૨ લોકોના મોત થયા છે. આ સાથે જ સરકારે ગુરુવારે આખા રાજ્યમાં દૃુકાન ખોલવાના સમયને ૨ કલાક વધારી દૃીધો છે. પહેલા સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી ખોલવાનો સમય નક્કી કર્યો હતો.