કોરોના વૅક્સીન: જાન્યુઆરીથી ભારતમાં શરૂ થશે વૅક્સીનેશન

  • સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓનો દાવો
  • ઓકટોબર સુધીમાં બધા લોકોને મળી જશે રસી, આ મહિનાના અંત સુધીમાં અમને વેકસીનના ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી મળી જશે: પુનાવાલા

 

ભારતમાં કોરોના વૅક્સીનેશનની શરૂઆત આગામી વર્ષે જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે અને ઓક્ટોબર સુધીમાં દેશના દરેક નાગરિકને વૅક્સીનનો ડોઝ મળી શકે છે. આ દાવો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના CEO  અદાર પૂનાવાલાએ કર્યો છે. તેમનું કહેવું છે કે, તેમની કંપનીને આ મહિનાના અંત સુધી વૅક્સીનના  ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.

CEO SII પૂનાવાલાએ કહૃાું કે, અમને આશા છે કે, ઓક્ટોબર ૨૦૨૧ સુધી ભારતમાં દરેકનું વૅક્સીનેશન થઈ જશે. જે બાદ જનજીવન ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે છે. આ મહિનાના અંત સુધી અમને ઈમરજન્સી લાઈસન્સ મળી શકે છે, પરંતુ વ્યાપક ઉપયોગ માટે લાઈસન્સ પાછળથી મળી શકે છે.

પૂનાવાલાએ કહૃાું કે, અમને વિશ્ર્વાસ છે કે ભારતમાં વૅક્સીનેશન અભિયાન જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં શરૂ થઈ શકે છે. આગામી વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આશા છે કે, દરેક માટે પૂરતી વૅક્સીન હશે અને સામાન્ય જીવન ફરીથી પાટા પર આવશે.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદૃીએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી અને કોરોના વાઈરસની વૅક્સીનની તૈયારીની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન મોદૃીના પ્રવાસ પહેલા CEO અદૃાર પૂનાવાલાએ કહૃાું હતું કે, તેમની કંપનીનું ફોક્સ છે કે, એસ્ટ્રેજેનેકાની કોરોના વૅક્સીન સૌ પ્રથમ ભારતમાં આપીએ. જે બાદ વિશ્ર્વના અન્ય દેશોમાં સપ્લાય કરાય. સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને એસ્ટ્રેજેનેકા દવા કંપનીની વૅક્સીનનું ઉત્પાદન ભારતમાં જ કરી રહી છે.