કોરોના વેક્સિનની આશાને મોટો ઝટકો, ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ રોકી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ IndiaV ઇન્ડિયા (SII) એ કોવિડ-૧૯ વેક્સિન ’કોવિશીલ્ડની ટ્રાયલ રોકી દીધી છે. દૃેશભરમાં ૧૭ અલગ-અલગ જગ્યાઓ પર આ રસીનું પરીક્ષણ થઈ રહૃાું હતું. કંપનીએ એક નિવેદનમાં કહૃાું, ’અમે સ્થિતિની સમીક્ષા કરી રહૃાાં છીએ અને અસ્ત્રાજેનેકાની ટ્રાયલ શરૂ કરવા સુધી ભારતમાં ટ્રાયલ રોકવામાં આવી છે. અમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિર્દૃેશોનું પાલન કરી રહૃાાં છીએ.’ કંપનીએ આ નિર્ણય ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની નોટિસ મળ્યા બાદ લીધો છે. DCGI એ સીરમ ઇન્સ્ટિટ્યૂટને પૂછ્યું હતું કે તેણે કેમ જણાવ્યું નહીં કે અસ્ત્રાજેનેકાએ વેક્સિનની ટ્રાયલ રોકી દીધી છે. અસ્ત્રાજેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની નિષ્ણાંતો સાથે મળીને આ વેક્સિન બનાવી છે. DCGI એ નોટિસમાં કહૃાું કે, SIIએ વેક્સિનની સામે આવેલ ગંભીર પ્રતિકૂળ અસરો વિશે પોતાનું એનાલિસિસ પણ તેને સોંપ્યું નથી.
કારણ દર્શાવો નોટિસ જારી કરતા DCGI એ કહૃાું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સિન ટ્રાયલને લઈને લેટેસ્ટ માહિતી તેને આપી નથી. DCGI ના ડો વીજી સોમાનીએ નોટિસમાં તત્કાલ જવાબ આપવાનું કહૃાું છે. તેમણે કહૃાું કે, જો કંપની જવાબ આપશે નહીં તો તે માની લેવામાં આવશે કે તેની પાસે સ્પષ્ટતા કરવા માટે કોઈ જવાબ નથી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અસ્ત્રાજેનેકાની ટ્રાયલ રોકવાની જાહેરાત બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ યથાવત રાખવાની વાત કરી હતી. કંપનીએ મંગળવારે કહૃાુંકે, બ્રિટનમાં ચાલી રહેલ ટ્રાયલ વિશે અમે વધુ કંઈ કહી ન શકીએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહૃાું કે, જ્યાં સુધી ભારતમાં ચાલી રહેલી ટ્રાયલની વાત છે, તે ચાલી રહી છે અને કોઈ સમસ્યા સામે આવી નથી.