કોરોના વેક્સિન મામલે ક્રિકેટર હરભજનસિંહ ભડક્યો

કોરોનાવાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહૃાો છે. દુનિયામાં કેટલાંક એવા દેશો છે જ્યાં ફરી લોકડાઉન લગાવામાં આવ્યું છે. મંગળવારે દિલ્હીમાં રેકોર્ડ વધારા સાથે ૬,૭૨૫ કેસ સામે આવ્યાં હતા, ત્યાર બાદ દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધુ મજબૂત થઇ ગઇ છે. લોકો માની રહૃાાં હતા કે વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન તૈયાર થઇ જશે. પરંતુ અત્યાર સુધીમાં વેક્સીન આવી નથી. જેને લઇને ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહ ગુસ્સામાં જોવા મળ્યાં. હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનું રિએકશન આપ્યું છે.

હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ’કોરોનાની વેક્સીન જ બની શકી નથી બસ… બાકી કોરોનાથી ૯૯.૯ ટકા લડનારા પેંટ, ડિસ્ટેમ્પર, ફલોર ક્લીનર, ટોયલેટ ક્લીનર, સોયાબીનનું તેલ, મેંદો, બેસન, અટરમ, સટરમ બધુ બજારમાં આવી ગયું છે.’