કોરોના વોરિયર્સ શ્રી પી પી સોજીત્રા પણ કોરોના ની અડફેટ મા

અમરેલીમાં ડોક્ટર ભરતભાઇ કાનાબાર બાદ લોકડાઉન થી સતત તેમની સાથે ખંભે ખંભા મિલાવી અને લોકોની સેવા કરનાર મેનેજમેન્ટ ગુરુ અને જેનું કાર્ય ખુદ વડાપ્રધાન એ વખાણ્યું છે તેવા પી પી સોજીત્રા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે સાથે સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી સરલાબેન સોજીત્રા પણ પોઝિટિવ આવતા બંનેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

લોકડાઉનમાં લાખો લોકોની સેવા કરનારા અને સતત ખડે પગે રહી જરૂરિયાત મંદોને રાસન કીટ થી માંડી તમામ પ્રકારની સહાય કરવા માટે રાત દિવસ ઉજાગરા કરનાર પી પી સોજીત્રા નો રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી શહેરને જિલ્લાભરમાં ચિંતાની લાગણી છવાઈ છે અમરેલી માટે ખડે પગે રહેનાર શ્રી પી પી સોજીત્રા ઝડપથી સાજા થઈ જાય અને ફરી લોકસેવામાં કામે લાગે તેવી પ્રાર્થના થઈ રહી છે.
શ્રી પી પી સોજીત્રા એ સિમ્સ હોસ્પિટલ ખાતેથી અવધ ટાઇમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને પોઝિટિવ રિપોર્ટ 6 દિવસ પહેલા આવ્યો હતો અને તે હોટલમાં સેલ્ફ આઇસોલેટ થઈ ગયા હતા.
ત્યારબાદ તેમના ધર્મ પત્ની નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા શ્રી સોજીત્રા દંપતી ને અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયું છે જ્યાં તેમની તબિયત સારી છે.