કોરોના વોરીયર્સ તરીકે અપાયેલી ઉમદા સેવા બદલ ડો.ભરત કાનાબારને રક્તતુલાથી સન્માનીત કર્યા

  • સેવાભાવી આગેવાનનો જન્મદિવસ પણ સેવાથી ઉજવાયો : અમરેલીનાં લોકપ્રિય આગેવાન ડો.ભરતભાઇ કાનાબારને લોહીથી જોખતા ચાહકો
  • અમરેલીમાં ડો.કાનાબારની રક્તતુલા માટે યોજાયેલા રક્તદાન મહા કેમ્પમાં રક્તદાતાઓ ઉમટી પડ્યાં
    સાવરકુંડલા માનવ મંદિરના મહંત પુજ્ય શ્રી ભક્તિરામબાપુએ આર્શીવચન પાઠવ્યાં
  • પીપી સોજીત્રાનાં સંયોજનથી વિપુલ ભટ્ટી દ્વારા મર્યાદિત કાર્યક્રમનું આયોજન

    અમરેલી હોટલ એન્જલમાં ટીમ કોરોના વોરીયર્સ તથા ડો. કાનાબાર ફેન કલબ આયોજીત ડો. કાનાબારના 66માં જન્મદિને રક્તતુલા કાર્યક્રમ સાવરકુંડલા માનવ મંદિરના પુ. ભક્તિ રામબાપુના સાનિધ્યમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રાયોજક પી.પી.સોજીત્રા અને સંયોજક વિપુલ ભટ્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે એડવોકેટ મુજફરહુસેન સૈયદ, બકુલભાઇ પંડયા, દિપકભાઇ વઘાસીયા, હરેશભાઇ સાદરાણી, ભરતભાઇ ટાંક, ભરતભાઇ કાનાણી, યાર્ડના ચેરમેન મોહનભાઇ નાકરાણી, ચલાલાના પત્રકાર પ્રકાશભાઇ કારીયા, પોપટલાલ કાશ્મીરા, ડો. શ્રી પરમાર, ડો. પીયુષભાઇ ગોસાઇ, એ.ડી.રૂપારેલ, નીલકંઠ જ્વેલર્સના પ્રકાશભાઇ સોની, ડો. રાઠોડ, જીતુભાઇ ગોળવાળા, રમણીકભાઇ ગઢીયા, ટીમ કોરોના વોરીયર્સના જયેશભાઇ ટાંક, વિપુલભાઇ ભટ્ટ, દિપકભાઇ વઘાસીયા, અલ્પેશભાઇ અગ્રાવત, ચેતનભાઇ રાવલ, ભાર્ગવભાઇ કારીયા, સન્ની ધાનાણી, નયનભાઇ જોષી, નીલેશભાઇ જોષી, મુનાફભાઇ કાજી, કમલેશભાઇ ગરાણીયા, તરંગભાઇ પવાર, નીલેશભાઇ ધાધલ, યોગેશભાઇ (મામા), હરેશભાઇ સાદરાણી, ડી.જી. મહેતા, ભરતભાઇ કાનાણી, ડો. કથીરીયા, ડો. ખુંટ, તુલસીભાઇ મકવાણા, વીમલભાઇ કથીરીયા, વનરાજભાઇ પટેલ, બીપીનભાઇ ગાંધી, નીસરાજી, પ્રશાંતભાઇ પરમાર, સંજયભાઇ પંડયા, અજયભાઇ અગ્રાવત, મલયભાઇ પટેલ, આર.સી. ધાનાણી, યોેગેશભાઇ કારીયા તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહી શાલ, મોમેન્ટો ફુલહારથી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે વિપુલભાઇ ભટ્ટીએ જણાવેલ કે ડો. કાનાબારના 66માં જન્મદિને કોરોનાના કારણે સિમિત મર્યાદામાં રકતતુલા કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ડો. કાનાબાર એક સાંપ્રત સમયના આદર્શ વ્યક્તિ છે તેમની સષ્ઠી પુર્તી સમયે પણ રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. ધ્ાુળીયા અમરેલી માટે આંદોલન ચલાવી રોડ બનાવવા માટે સરકારમાંથી રૂા.10 કરોડની ગ્રાન્ટ મેળવી હતી. આ પ્રસંગે પી.પી.સોજીત્રાએ જણાવેલ કે ડો. કાનાબાર સાથે છેલ્લા 35 વર્ષથી કૌટુંબીક સબંધો છે તેઓ દ્વારા પોલીટીકલ કામ સતા ન હોવા છતા પણ સરકારમાંથી તેઓ કામ કરાવી શકે છે પોલીસ ખાતામાંથી પૈસા લીધ્ોલ તેવા એક કાર્યકરને આપેલ પૈસા પરત અપાવ્યા હતા. નવા એપીએમસીમાં બીન ખેતી કરાવવા માટે ડો. કાનાબારે ગાંધીનગર સુધી પોતાની કાર્યદક્ષતાથી વગર પૈસે કામ કરાવી આપેલ. અમરેલીમાં એક મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરાવી બદલી કરાવેલ ખેડુતો માટે નવા જુનુ ધિરાણનો વિચાર પણ ડો. કાનાબારે આપેલ હતો. તેઓ દ્વારા કોરોના મહામારીમાં કોરોના વોરીયર્સ ટીમે મહત્વના સરાહનીય કામો કર્યા છે. અમરેલીના 14 એએસઆઇ માટે સરકારશ્રીમાં મહત્વનો નિર્ણય કરી પીએસઆઇના પ્રમોશનો માટે ડોકટરે મહત્વની ભુમિકા ભજવી હતી. પી.પી.સોજીત્રાએ તેમના જન્મદિને ઇશ્ર્વર તેમને લાંબુ આયુષ્ય અર્પે અને તંદુરસ્ત રહે તેવી શુભકામના પાઠવી હતી. એ.ડી. રૂપારેલએ જણાવેલ કે ખેડુતોના નવા જુનાનો પ્રશ્ન ડો. કાનાબારે હલ કર્યો હતો આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતા ડો. કાનાબારે જણાવેલ કે આજના આ પ્રસંગે મારા મિત્રો દ્વારા લાગણી વ્યક્ત કરી રક્તતુલાથી સ્વાગત કર્યુ છે આ બધી જ વસ્તુથી મારા સ્વ. પિતાશ્રી જશુભાઇ કાનાબાર ખુશી થયા હોત. તેમના જીવનમાંથી મને ઘણુ બધ્ાુ શીખવાનું મળ્યુ છે. તેઓનો પરિવાર પ્રત્યેનો અપાર પ્રેમ અને ઘડતર હતુ. કોરોનાના સમયમાં સંવેદનાની ખરી જરૂર છે. સુરત હીરા ઉદ્યોગમાં સંક્રમણ વધતા કારખાના બંધ કરવા પડયા. પ્રાઇવેટ બસ એસો.ની રજુઆત ટેક્સ બાબતની હતી તે અંગે સરકારશ્રીમાં રજુઆત કરીને નક્કર પરિણામ મેળવી છ માસનો ટેક્સ માફ કર્યો. પ્રાઇવેટ લકઝરી બસો વાળા સુરતથી ઘર વખરી લઇને વતન તરફ આવતા લોકો પાસેથી લગેઝ ચાર્જ વસુલ કરતા હતા તે વાત પ્રાઇવેટ લકઝરી બસ એસો.ના હોદેદારોને કરતા તેઓએ લગેઝ ચાર્જ માફ કર્યો પીપી સોજીત્રા પાસે તેમનું મેનેજમેન્ટ સ્કીલ છે. આ પ્રસંગે આર્શીવચન પાઠવતા સાવરકુંડલા માનવ મંદિરના પુ. ભક્તિરામબાપુએ ડો. કાનાબારના જન્મદિવસ અભિવાદનમાં બોલાવવા બદલ આભાર વ્યક્ત કરેલ. આ માણસની જીવતા તમે કિંમત કરી છે તે મહત્વની છે માણસ જાતીવાદથી પર થઇ જાય ત્યારે તેમની કિંમત થાય છે આ વ્યક્તિને બધાનો વિચાર આવે છે. તે ગુણધર્મ તેમના પિતાના છે. જે માણસ બીજાનો વિચાર કરે તેનો બધા જ વિચાર કરે. દિવો લઇ શોધવા જઇએ તો પણ આવો માણસ મળવો મુશ્કેલ છે.