કોરોના શિયાળામાં સ્વાઈન લૂની જેમ ઝડપથી ફેલાઈ શકે છે

  • એમ્સના ડાયરેક્ટર ગુલેરિયાની ગંભીર ચેતવણી

    છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદૃેશ સહિત દૃેશભરમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહૃાો છે. પરિણામ તે છે કે દૃેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહૃાો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહૃાું છે, પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગજની દૃૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહૃાું છે તો એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં.
    ડો. ગુલેરિયાએ ગંભીર ચેતવણી આપતાં કહૃાું કે સ્વાઇન લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પુરાવા છે કે વાયુ પ્રદૃૂષણ પણ કોવિડ-૧૯ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલાં અભ્યાસ કરવામાં આવ્યો છે.
    બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ આઈસીએમઆરના તે દાવા પર પણ પ્રતિક્રિયા આપી, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરપીથી કોરોનાથી થતાં મોતમાં ઘટાડો થયો નથી. તેમણે કહૃાું કે આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટા ભાગનામાં પહેલાંથી એન્ટિબોડી હતા. જો તમારામાં પહેલાંથી એન્ટિબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી.
    તેમણે કહૃાું પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જ્યાં તેની ખૂબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધાં માટે લાભકારી છે.