કોરોના સંકટ: બિહારમાં ૧ ઑગસ્ટથી ૧૬ ઓગસ્ટ સુધી લૉકડાઉન રહેશે

બિહારમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. રોજ નવા નવા કેસ નોંધાઈ રહૃાા છે. આ જોતા, બિહાર સરકારે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકડાઉન ૧૬ દિવસ સુધી લંબાવ્યું છે. હવે બિહારમાં ૧ ઓગસ્ટથી આગામી ૧૬ દિવસ એટલે કે ૧૬ ઓગસ્ટ સુધી લોકડાઉન ચાલુ રહેશે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા પણ જારી કરી છે.
બિહારનાં ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદૃેશમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહૃાા છે. આ સાથે, પોઝિટિવિટી રેટમાં પણ અગાઉની તુલનામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે જેથી કોરોનાનાં તાત્કાલિક ચેપને અટકાવી શકાય.
૧ ઓગસ્ટથી ૧૬ દિવસ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવશે ત્યારે ભારત સરકારની કચેરીઓ ૫૦ ટકા કર્મચારીઓ સાથે ખુલી રહેશે. ઓફિસમાં અધિકારીઓ પણ આવશે. સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ, પેટ્રોલિયમ, પીએનજી અને સીએનજીને લગતી ઓફિસો ખુલ્લી રહેશે.
બિહારમાં અત્યાર સુધીમાં ૪૩,૫૯૧ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. બિહારમાં કોરોના સંક્રમિતનો રિકવરી રેટ ૬૭.૦૩ ટકા છે. જ્યારે આ મહામારીને પગલે બિહારમાં ૨૬૯ લોકોના મોત નિપજ્યા છે.