કોરોના સંકટ વચ્ચે રુપાણી સરકાર નવરાત્રિના આયોજન છૂટટાટ આપે તેવી શક્યતા

  • રાજકોટના આયોજકે પાસ બુિંકગની જાહેરાત કરતા અટકળો શરુ

    ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દૃેખાઈ રહૃાાં છે. નવરાત્રિમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે નિયમો સાથે સરકાર નવરાત્રિના આયોજન માટે છૂટછાટ આપી શકે છે તેવી શક્યતાઓ દૃેખાઈ રહી છે. નવરાત્રિ યોજાશે કે નહિ તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે.
    ગુજરાતમાં નવ દિવસનો નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. આવામાં ગુજરાતના સૌથી મોટા ફેસ્ટિવલમાં આયોજન થાય તેવી લોકોની માંગ છે. લોકોની માંગ હતી કે, છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડી શકે છે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂડછાટ આપે છે તે હજી જાહેર થયુ નથી. પણ થોડા દિૃવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક ૪માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે પણ મોટી જાહેરાતો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દૃોઢ મિના પહેલા ગરબા આયોજકોએ સરકાર સાથે બેઠકો યોજી હતી. ૩૧ ઓગસ્ટે અનલોક ૩ પૂરુ થઈ રહૃાું છે. અનલોક ૪ની ગાઈડલાઈન હજી બહાર પડી નથી. આવામાં સરકાર અનલોક ૪માં કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે જોવું રહૃાું.
    રાજ્ય સરકારે અગાઉ નવરાત્રીનું આયોજન નહીં થાય તેવું અનેક નિવેદનોમાં જણાવી ચૂકી છે, તેમ છતાં હાલ રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુિંકગની જાહેરાત કરવામાં આવી છે.