કોરોના સંકટ: સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ ફૂડ વેચાણ બંધ કરવા નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસનો દાવાનળ દિવસેને દિવસે વધી રહૃાો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના પોઝિટીવના કેસો વધી રહૃાા છે. ત્યારે આજે સુરતમાં મનપા દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ બન્ને દિવસે ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરાયું છે. અહીં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે.

સુરત મનપા પણ આ નિર્ણયની કડક અમલવારી કરાવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં કોરોના માટે નવી સ્ટ્રેટેજી બનાવાઈ છે. સુરતના જે તે વિસ્તારમાં કોરોના હાઇ રિસ્ક હશે ત્યાં શનિ રવિ સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધ રહેશે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ખાણીપીણીની લારીઓ ઉપર કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી, વળી ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થતું નથી, જેના કારણે તંત્રને ના છૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં આવેલી સ્ટ્રીટ ફૂડમાં મોડી રાત સુધી લારીઓ ચાલુ રહેતા કોરોનાનું સંક્રમણ વધી રહૃાું છે.

અહીં લારીઓ ઉપર કોરોનાકાળમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે કોરોના વધી રહૃાો હોવાનું અનુમાન તંત્ર લગાવી રહૃાું છે. જેના કારણે શનિ-રવિ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ શનિ અને રવિ એમ બન્ને દિવસે મનપા દ્વારા કડક અમલવારી કરાવાશે, અને જે આ નિયમનો ભંગ કરશે તેઓને દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે.