કોરોના સંકટ: ૨૪ કલાકમાં ૫૩,૬૦૧ પોઝિટિવ કેસ, ૮૭૧ ના મોત

  • કોરોનાનો મૃત્યુદર ૧.૯૯ પર પહોંચી ગયો
  • કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨૨,૬૮,૬૭૫ થયો,અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ ૪૫,૨૫૭ લોકોએ જીવ ગુમાવ્યાં

ભારતમાં ચેપગ્રસ્ત કોરોના વાઇરસની સંખ્યા ૨૨.૬૮ લાખને વટાવી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩,૬૦૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશભરમાં કોરોના ચેપના સક્રિય કેસ ૬,૩૯,૯૨૯ પર પહોંચી ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં ૪૫,૨૫૭ લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૧ લોકોનાં મોત થયા છે.

તાજેતરના આંકડા મુજબ, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૨૨,૬૮,૬૭૬ જેટલા સંક્રમણના કેસ નોંધાયા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાંથી, ૧૫,૮૩,૪૯૦ લોકો પણ સ્વસ્થ બન્યા છે.

મળતી માહિતી મુજબ કોરોના સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. તેમાંથી મહારાષ્ટ્ર (૫,૨૪,૫૧૩) ટોચ પર છે. તે પછી તામિલનાડુ (૩,૦૨,૮૧૫), આંધ્ર પ્રદેશ (૨,૩૫,૫૨૫), કર્ણાટક (૧,૮૨,૩૫૪) અને દિલ્હી (૧,૪૬,૧૩૪) છે. સંક્રમણથી સૌથી વધુ મોત પણ મહારાષ્ટ્ર (૧૮,૦૫૦)માં થઇ છે. તે પછી તામિલનાડુ (૫,૦૪૧), દિલ્હી (૪,૧૩૧), કર્ણાટક (૩,૩૧૨) અને ગુજરાત (૨,૬૭૨) છે. કોરોના રોગચાળા વચ્ચે એક દિવસમાં (૧૦ ઓગસ્ટ), કોવિડ -૧૯માં ૬,૯૮,૨૯૦ લોકોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ૧૦ ઓગસ્ટ સુધીમાં કુલ ૨,૫૨,૮૧,૮૪૮ લોકોની તપાસ કરવામાં આવી હતી.

કોરોના વાયરના કેસના આંકડામાં દુનિયામાં અમેરિકા સૌથી ટોચ પર છે, અહીં ૫૦,૮૯,૪૧૬ લોકો વાયરસના સંપર્કમાં આવ્યા છે જ્યારે ૧,૬૩,૪૨૫ દર્દીઓના મોત થઈ ગયા છે. જ્યારે બીજા નંબર પર બ્રાઝિલ છે જ્યાં ૩૦,૫૭,૪૭૦ દર્દીઓને વાયરસને ચેપ લાગ્યો છે અને ૧,૦૧,૭૫૨ લોકોના મોત થઈ ગયા છે. ત્રીજા નંબર પર ભારત આવે છે જોકે, મૃત્યુઆંકની ષ્ટીએ ભારત ચોથા નંબર છે, આ પહેલા મેક્સિકો (૫૩,૦૦૩) આવે છે.

પુડુચેરીના બે કેબિનેટ મંત્રી કંડાસામી અને કમલકન્નનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વી.નારાયણસામીએ કહૃાું હું તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું.