કોરોના સંકટ: ૨૪ કલાકમાં ૭૬૪૭૨ પોઝિટિવ કેસ, ૧૦૨૧ના મોત

કુલ કેસનો આંકડો ૩૪.૬૩ લાખને પાર, મૃત્યુઆંક ૬૨ હજારથી વધુ
ભારત વિશ્ર્વમાં કોરોના સંક્રમિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે, પોઝિટિવ રેટ છેલ્લા દોઢ મહિનાથી સતત ઘટતો હોવાનું અનુમાન

ન્યુ દિલ્હી,
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહૃાો છે. દેશમાં કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહૃાા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૪ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૭૬૪૭૨ કેસ નોંધાતા કુલ આંકડો ૩૪૬૩૯૭૨ સુધી પહોંચી ગયો છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહૃાો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૦૫૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૬૪૮૯૯૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૧ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૨૫૫૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૫૨૪૨૪ એક્ટિવ કેસ છે.
કોરોનાના સતત વધી રહેલા સમાચાર વચ્ચે જો કે રાહતના ખબર પણ મળ્યાં છે. પ્રતિ ૧૦૦ ટેસ્ટ પર કન્ફર્મ કેસના આંકડા એટલે કે પોઝિટિવિટી રેટ છેલ્લા લગભગ દોઢ મહિનાથી સતત ઘટી રહૃાો છે. દર ૧૪ દિવસે માપવામાં આવતો આ દૃર ૧૫ જુલાઈ-૨૮ જુલાઈ વચ્ચે જ્યાં ૧૧.૨૩ ટકા હતો ત્યાં ૧૪-૨૭ ઓગસ્ટની વચ્ચે તે ૮.૮૪ ટકા થઈ ગયો.
જો કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને પશ્ર્ચિમ બંગાળમાં સ્થિતિ િંચતાજનક છે. આ રાજયો ઉપરાંત તામિલનાડુ અને દિલ્હીનો પોઝિટિવિટી રેટ સૌથી વધુ છે. જે વિસ્તારોમાં છેલ્લા ૧૪ દિવસમાં ૫ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ રહૃાો છે તે રાહતના શ્ર્વાસ લઈ શકે છે. પરંતુ ૫ ટકાથી વધુ પોઝિટિવિટી રેટવાળા વિસ્તારો રેડ ઝોનમાં આવે છે. પોઝિટિવિટી રેટ જેટલો વધુ હશે ત્યાં સંભાવના એ છે કે વધુ પ્રમાણમાં બીમારોનું ટેસ્ટિંગ થઈ રહૃાું છે અને મોટી સંક્રમિત વસ્તીનું ટેસ્ટિંગ થતું નથી.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૪૭૨૫૯૦૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૩૬૮૧૪ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૬૧૮૬૨૮૬ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૭૦૨૮૦૩ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દૃુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદૃીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા