કોરોના સંકટ: ૫૧૪ સુરતીઓએ પ્લાઝમા દાનથી માનવતા મહેકાવી

  • એક જ કંપનીના ૪૧ રત્નકલાકારોની માનવીય પહેલ

    દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી ત્યારે દાનવીર ભામાશાઓએ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહૃાાં છે. પુર કે પ્લેગ જેવી કુદરતી આફતો સામે બાથ ભીડીને સુરત ફરી પાછુ બેઠું થઈ તેજ રફતારથી દોડતુ થયું છે. ત્યારે કોરોના સામે લડવામાં અસરકારક પ્લાઝમા ડોનેટ કરવા સુરતીઓ રાજયભરમાં અગ્રેસર રહૃાા છે. સુરતને કર્મભુમિ બનાવીને રહેતા રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરીને માનવીય પહેલ કરી છે. હીરાની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કરીને સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. પ્લાઝમા ડોનેટ માટે એન્ટી બોડી ટેસ્ટ કરાવવો પડે તેવી વિગતોથી માહિતગાર જયેશભાઈએ ડોનેટ દરમિયાન પ્લાઝમા બેંકના ડો. અંકિતાબેન શાહને વાત કરી કે,
    અમારી કંપનીમાં ૮૦થી વધુ રત્ન કલાકારોના એન્ટી બોડી ટેસ્ટ કરાવ્યા છે.પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે યુનિક જેમ્સના ડિરેક્ટર દિલીપભાઈ કેવડિયાનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, ૮૦ રત્નકલાકારો પૈકીના ૬૬થી વધુ રત્નકલાકારોના એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકયા છે. દિલીપભાઈએ કંપનીના રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તુરંત જ પોતાના પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી.
    પ્રથમ તબક્કે ૬૬ રત્ન કલાકારોના એન્ટી-બોડી ટેસ્ટ કરાવીને તબક્કાવાર ૪૧ રત્ન કલાકારોના પ્લાઝમા કલેકટ કર્યા છે, જયારે બાકી ૨૫ રત્નકલાકારો આગામી સમયમાં પોતાના પ્લાઝમાનું દાન કરશે. યુનિક જેમ્સના પાર્ટનર દર્શનભાઈ સલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ મળતા સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, ઓક્સિમીટર, સેનેટાઈિંઝગ જેવી તકેદારી રાખી ડાયમંડ પ્રોડક્શન કાર્ય શરૂ કર્યું હતું.