કોરોના સંકટ: ૯૩ હજાર સંક્રમિત નોંધાયા, ૯૫ હજાર સાજા થયા

  • ૨૩૨ દિવસમાં છઠ્ઠી વખત નવા દર્દીઓ કરતા વધુ લોકો સાજા થયા; દેશમાં હાલ ૧૦.૧૮ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, ૮ હજારથી વધુની હાલત ગંભીર
  • અત્યાર સુધીમાં કુલ ૫૩ લાખ કેસ
    નવીદિલ્હી : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૫૩ લાખને પાર થઈ ગઈ છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાનાં ૯૩,૩૩૭ કેસ સામે આવ્યા છે, જ્યારે દેશમાં ૧,૨૪૭ લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા ૫૩,૦૮,૦૧૪ પર પહોંચી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસની સરખાણમીમાં હૉસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની સંખ્યા વધી છે. ૨૪ કલાકમાં કુલ ૯૫,૮૮૦ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
    હાલ દેશમાં કોરોનાના કુલ ૧૦,૧૩,૯૬૪ સક્રિય કેસ છે. આ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૨,૦૮,૪૩૧ પર પહોંચી છે. દેશમાં કોરોના દર્દીઓ સાજા થવાનો દર ૭૯.૩ ટકા છે. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ ૮૫,૬૧૯ લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ ૧.૬ ટકા થયું છે.
    હાલ કુલ પોઝિટિવ કેસ મામલે ભારત અમેરિકા બાદ બીજા નંબર પર છે. ભારત બાદૃ બ્રાઝિલ ત્રીજા નંબર પર આવે છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૪૪૦ દર્દીનાં મોત થયા છે. કર્ણાટકમાં પણ ૧૭૯ લોકોનાં કોરોનાથી મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં ૯૯ લોકોનાં મોત થયા છે. તાલિમનાડમાં ૬૭ તો પંજાબમાં ૬૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાથી ૬૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૨૧,૬૫૬ નવા કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. મધ્યપ્રદેશમાં કુલ કેસનો આંકડો એક લાખને પાર થઈ ગયો હતો. દિવસભરમાં ૨૫૫૨ સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. રાજ્યમાં કેસના બમણા થવાની ટકાવારી વધી ગઈ છે. હવે ૪૨ દિવસમાં બમણા દર્દી મળી રહૃાા છે. સપ્ટેમ્બરના ૧૮ દિવસોમાં ભોપાલમાં ૫૦૦૦ કેસ આવ્યા છે.
    રાજસ્થાનમાં ૧ લાખ ૧૧ હજાર ૨૯૦ કેસ થઈ ગયા છે. ૯૨ હજાર ૨૬૫ લોકો સાજા થઈ ચુક્યા છે. ૧૩૦૮ના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં દૃાખલ કોરોના સંક્રમિતોના પરિવારને મળવાની મંજૂરી આપી દૃીધી છે. જો કે, દર્દીને મળતા વ્યક્તિએ પીપીઈ કીટ, ગ્લવ્સ અને ફેસ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે બિહારમાં શુક્રવારે ૧૧૪૭ નવા દર્દી નોંધાયા હતા અને ૧૬૭૮ લોકો સાજા થઈ ગયા છે. ચાર સંક્રમિતોએ દમ તોડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૧ લાખ ૬૫ હજાર ૩૭૧ લોકો સંક્રમિત થયા છે. ૧ લાખ ૫૧ હજાર ૪૦૦ સાજા થઈ ચુક્યા છે, જ્યારે ૮૫૯ લોકોના મોત થયા છે. ૧૩ હજાર ૧૧૧ સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.