- દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૦૦૦ લોકોના મોત,કુલ કેસ ૨૨ લાખને પાર
- દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા ૨૨.૧૫ લાખને પાર થઇ
દેશમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. અને ભારતમાં સતત કોરોનાનો ગ્રાફ સતત વધી રહૃાો છે. તેવામાં છેલ્લા ૨૪૫ કલાકમાં કોરોનાથી મોતનાં આંકડામાં સૌથી વધારે ઉછાળો આવ્યો છે. દેશમાં પહેલીવાર એક દિવસમાં આ મહામારીને કારણે ૧૦૦૦થી વધુ લોકોની મોત થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલાં આંકડાઓ પ્રમાણે રવિવારે ભારતમાં કોરોનાનાં ૬૨૦૬૪ નવા કેસો સામે આવ્યા છે અને ૧૦૦૭ લોકોનાં મોત નિપજ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસને કારણે મોતનો કુલ આંક ૪૪૩૮૬ પર પહોંચી છે.
દેશમાં કોરોના વાયરસની રતાર થમી રહી નથી. દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા ૨૨.૧૫ લાખથી વધારે થઈ ગઈ છે. હાલ ૬.૩૪ લાખથી વધારે કોરોનાનાં એક્ટિવ કેસો છે, તો ૧૫.૩૫ લાખથી વધારે લોકો તેનાથી સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધી ૪૪૩૮૬ લોકોએ આ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
દેશમાં કોરોનાનાં ૪,૭૭,૦૨૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં કોરોના ટેસ્ટનો આંકડો ૨,૪૫,૮૩,૫૫૮ પર પહોંચી ગયો છે. આ પહેલાં શનિવારે કોરોના વાયરસનાં ટેસ્ટની ક્ષમતા વધારતાં એક દિવસમાં ૭ લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો દુનિયામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહૃાો છે. અને દર્દીઓની સંખ્યા ૨ કરોડની નજીક પહોંચી ગઈ છે. ટૂંકમાં જ આ આંકડો ૨ કરોડને પાર થઈ જશે. દુનિયાના ૨૧૩ દેશોમાં કોરોનાથી ૭ લાખ ૩૦ હજારથી વધારે મોત થયા છે.
અમેરિકામાં કોરોના કેસોની સંખ્યા ૫૧.૫ લાખ લોકોને પાર થઈ ગઈ છે. તો બ્રાઝિલમાં કોરોના દર્દીઓનાં આંકડા ૩૦ લાખને પાર પહોંચી ગયા છે. યુરોપમાં એક વખત ફરીથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહૃાો છે. ગત ૨૪ કલાકોમાં અહીં લગભગ ૨૩ હજાર નવા મામલા સામે આવ્યા છે. તો ન્યુઝીલેન્ડને કોરોનામુક્ત થયે ૧૦૦ દિવસ થઈ ગયા છે.