કોરોના સંક્રમણ રોકવા શામળાજી મંદિર ચાર દિવસ બંધ રહેશે

શામળાજી,
દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાએ તેનો કહેર મચાવી રાખ્યો છે. જ્યારે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહૃાા છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. આ સિવાય રાજ્યમાં અનેક મંદિરો પણ બંધ રાખાવમાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતનું યાત્રાધામ શામળાજી મંદિર ૪ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધતા કોરોના સંક્રમણ વચ્ચે યાત્રાધામ શામળાજી મંદિર બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ ૨૭થી ૩૦ નવેમ્બર સુધી મંદિર બંધ રાખવામાં આવશે આ સિવાય સૌથી મોટો ગણાતો કાર્તિક મેળો પણ રદ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે ૪ દિવસ મંદિર પણ બંધ રહેશે. જેથી ભક્તો દૃર્શન કરી શકશે નહીં. આ સિવાય બંધ મંદિરે ભગવાનનો નિત્યક્રમ થશે.