કોરોના સામે અનેક તબલીગીના આગમન છતા અમરેલી જિલ્લો અભેદ કિલ્લા જેવો સાબિત થયો છે

અમરેલી,આખા ગુજરાતમાં 53 દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ ન ધરાવનાર અમરેલી જિલ્લામાં એટલી તકેદારી હતી કે કોરોનાને પગ મુકવો મુશ્કેલ હતો પણ આમ છતા જિલ્લામાં પ્રવેશ દ્વાર ઉપર જ કોરોનાને ઓળખી અને તે જેમની સાથે આવ્યો હતો તે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી તેની શ્રેષ્ઠ સારવાર કરાવી અમરેલી જિલ્લાનું તંત્ર કોરોનાને ઘુસ્તાવી રહયુ છે બાકી નવાઇની બાબત એ પણ છે કે અમરેલી જિલ્લામાં તબલીગીઓના કટકે કટકે 4 જેટલા જુથો આવ્યા છે તેમાં એકેયને કોરોના આવ્યો નથી અને આમા બીજી અમરેલી જિલ્લાની ધરતીના પ્રભાવની બાબત એ પણ બહાર આવી છે કે પાંચમી તારીખે આંધ્રપ્રદેશથી તબલીગીઓની બે જમાત સૌરાષ્ટ્રમાં આવી હતી એક અમરેલી જિલ્લામાં અને બીજી માંગરોળ જિલ્લામાં આવી હતી અમરેલીના તમામના રિર્પોટ નેગેટીવ આવ્યા હતા જ્યારે માંગરોળમાં પોઝીટીવ કેસ દેખાયા હતા આમ અમરેલીની ભુમિનો પ્રભાવ કહો કે ગમે તે હોય કોરોના અહીં આવતા ફફડે છે અને મોજીલા અમરેલીવાસીઓ પણ સોશ્યલ મિડીયામાં અહીં સાથે મુકાયેલ એક શીઘ્ર કવિતા વાયરલ કરી રહયા છે.