કોરોના સામે અભેદ કિલ્લો અમરેલી જિલ્લો : નવ શંકાસ્પદ કેસો આવ્યા : અગાઉના તમામ નેગેટીવ

અમરેલી,અનેક અટકળો અને શંકા વચ્ચે આજે પણ કોરોના સામે અભેદ કિલ્લો અમરેલી જિલ્લો રહયો છે એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પણ આજે ગુરુવારે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં કોરોનાના નવ શંકાસ્પદ કેસો આવ્યા છે અને અગાઉના તમામ નેગેટીવ રિર્પોટ આવ્યા છે.
અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી પઠાણ ના પિતાનીને ગાંધીનગર હાર્ટએટેક આવતાં તે હોસ્પિટલમાં હોય જેથી એક દિવસની રજા લઈને શ્રી પઠાણ તેમના પિતાજીની તબીયત જોવા માટે ગાંધીનગર ગયેલા હતા જ્યારે તેઓ ફરજ ઉપર પરત ફર્યા હતા તેજ દિવસે તેમના પિતાજીને ગાંધીનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હોય જેથી પી.એસ.આઇ. શ્રી પઠાણના કોન્ટેકમાં આવેલા ચાર પોલીસમેન, એક હોમગાર્ડ તથા એક ફોટોગ્રાફર એમ કુલ-6 લોકોને અમરેલી કોરોન્ટાઇન સેન્ટરમાં કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.જયારે પીએસઆઇને ગાંધીનગર હોમ કવોરન્ટાઇન કરાયા છે.
બીજી તરફ અમરેલીમાં ખાંભાના લાસા ગામના પાંચ માસના બાળક,અમરેલીના સીતારામનગરના યુવક તથા સામુદ્રીમાતાના મંદિર પાસે રહેતી યુવતી અને કેરીયા રોડ ઉપર ઝુપડપટીમાં રહેતો 17 વર્ષનો યુવક અને અમરેલીના વરસડાની મહીલા તથા બરવાળા બાવીશી અને મુંજીયાસર રહેતા 15 વર્ષના દર્દીને અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.