કોરોના સામે અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા ડોરડુડોર હાઉસ સર્વેલન્સ : નવા 25 કેસ

  • સાજા થવાનો દર ચિંતાજનક રીતે ઓછો થયો : 25 નવા દર્દી સામે 6 દર્દી જ સાજા થયા : 164 દર્દી સારવાર હેઠળ : હોસ્પિટલ દર્દીઓથી છલકાઇ જવાની શકયતા
  • સાવચેતી માટે લગ્ન સમારોહમાં એકસોની મર્યાદા કરી દેવામાં આવી

અમરેલી,
સાવચેતી માટે લગ્ન સમારોહમાં એકસોની મર્યાદા કરી દેવામાં આવી છે અને કોરોના સામે અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા ડોરડુડોર હાઉસ સર્વેલન્સ થી સંક્રમણ ફેલાતુ અટકાવવા અને મૃત્યુ રોકવા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ શરૂ કરાઇ છે તેવા સમયે કોરોનાના નવા 25 કેસ સામે આવ્યા છે અને કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર ચિંતાજનક રીતે ઓછો થયો છે આજના25 નવા દર્દી સામે 6 દર્દી જ સાજા થયા હતા અને હાલ 164 દર્દી સારવાર હેઠળ છે કુલ કેસની સંખ્યા 3035એ પહોંચી છે અને જો આમને આમ કેસો વધતા રહેશે તો કોવિડ હોસ્પિટલ દર્દીઓથી છલકાઇ જવાની શકયતા છે.