કોરોના સામે અમરેલી નોટઆઉટ : હવે જીત લોકોના હાથમાં

અમરેલી, દોઢ મહિના દરમિયાન ગુજરાતના રેડ ઝોન એવા સુરત અને અમદાવાદમાંથી 80 હજાર કરતા વધારે લોકો અમરેલી જિલ્લામાં આવી ગયા છતા આજ સુધી અમરેલીના કલેકટર શ્રી આયુષ કુમાર ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા ડીડીઓ શ્રી તેજસ પરમાર સહિતના અધિકારીઓની મહેનતથી આજ સુધી આખા ગુજરાતમાં એક માત્ર અમરેલી જિલ્લો કોરોના સામે અભેદ કિલ્લો સાબીત થયો છે પણ હવે રેડ ઝોનમાંથી એકી સાથે અને ત્યાં પરિસ્થિતી કાબુ બહાર છે તેવા સંજોગોમાંથી ત્યાંથી અમરેલી જિલ્લામાં લાવવાની ચાલી રહેલી તજવીજ વચ્ચે અમરેલી કોરોના સામે અણનમ રહેશે કે કેમ તેનુ પરિણામ હવે લોકોના હાથમાં છે.
આજ સુધી ગ્રીન ઝોનમાં રહેલા અમરેલી જિલ્લામાં બજારો ખલી ગઇ છે અને ખુલતી બજારોમાં થનારા કામકાજ દરમિયાન લોકોએ જુની માનસીકતા અને ટેવને સુધારી સાવચેતીની નવી સંસ્કૃતી સાથે કોરોનાને મહાત કરવા માટે સાવચેતી રાખવી પડશે.સુરતથી આવનારા વતનીઓ અને અમદાવાદથી અને વડોદરાથી આવનાર લોકો સરકારના નિયમુ પાલન કરે તે જોવાની જવાબદારી જિલ્લાના લોકોએ જાતે જ ઉઠાવી જાગૃતી દાખવે તો અમરેલી બચી શકશે. બીજી તરફ આજે અમરેલીના વેપારીઓએ તકેદારી સાથે એકી સંખ્યામાં દુકાનો ખોલી હતી અને ભીડ ન થાય તે પ્રકારે સુંદર વ્યવસ્થા સાથે 46 દિવસે વ્યાપરાના ધંધાના શ્રીગણેશ કર્યા હતા.