અમરેલી,
કોરોનાની અમરેલીમાં એન્ ટ્રી થઇ પહેલાથી જ એક માત્ર અખબાર અવધ ટાઇમ્સ દ્વારા અમરેલીને કોરોનાની લેબ મળે તે માટે અસરકારક અહેવાલો પ્રસિધ્ધ કરી સરકારનું ધ્યાન દોરવામાં આવતા તેના પરિણામ સ્વરૂપે ચાર દિવસમાં જ અમરેલીમાં કોરોનાનું પ્રાથમિક ટેસ્ટીંગ માત્ર એક જ કલાકમાં થઇ શકે તેવા ટ્રુનેટ મશીનની ફાળવણી થઇ છે અને મશીન અમરેલી આવી પહોંચ્યા છે.
અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં શંકાસ્પદ વોર્ડમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી શંકાસ્પદ દર્દીએ રહેવુ પડતુ હતુ અને તેમાં દાખલા તરીકે 6 દર્દી દાખલ થાય તેમાં એક પોઝીટીવ હોય અને પાંચ નેગેટીવ હોય તો 24 કલાકમાં બીજા પાંચને સંક્રમણ થવાની શક્યતા વધી જતી હતી કારણકે તમામ દર્દીઓના રિપોર્ટ છેક ભાવનગર કરાવવા મોકલવા પડતા હતા જો કે ટ્રુનેટ મશીનમાં થયેલ નિદાન ફાઇનલ માન્ય નહી ગણાય પણ તે કોરોના છે કે નહી તેનો રિપોર્ટ માત્ર એક કલાકની અંદર આપી દેશે અને 16મી એ આ મશીનને ઇન્સટોલ કરવા ટીમ આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટયુબર કલોસીસ એટલે કે ક્ષય રોગના નિદાન માટે આ ટ્રુનેટ મશીનનો ઉપયોગ થતો હતો અમરેલીનાં કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અમરેલીની જરૂરીયાતને ધ્યાનમાં લઇ સરકારમાંથી મંજુરી અપાવવામાં આવી હતી.