કોરોના સામે ગઢ જેવા અડીખમ યોદ્ધા ડોક્ટર વિજય વાળા પણ પોઝિટિવ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોના ના મોટી ઉંમરના પ્રથમ દર્દી ને સાજા કરનાર અને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ ના કોરોના ની લડત માં મુખ્ય તબીબ એવા કોરોના વોરિયર્સ રીયલ હીરો ડોક્ટર વિજય વાળા પણ આજે પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઇ છે
છેલ્લા ચાર મહિનાથી સતત અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ માં કોરોના ના વિભાગનો હવાલો સંભાળતા અને અત્યાર સુધીમાં અનેક દર્દીઓને  સાજા કરી દેનાર યુવાન ડોક્ટર વિજય વાળા નો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં ચિંતા લાગણી ફેલાઇ છે ને તેમના વિશાળ મિત્ર મંડળ પરિવાર સ્નેહીઓ કાઠી ક્ષત્રિય સમાજ અને તેમની સારવારથી સાજા થયેલા હજારો દર્દીઓ ડોક્ટર વિજય વાળા ઝડપથી સાજા થઈ ફરી મોરચો સંભાળી લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે