કોરોના સામે જંગ ; અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલ માં શનિવારે ઓક્સિજનના 175 સિલિન્ડર વપરાયા

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ આવ્યા છે અને આ વખતે કોરોના ની ગંભીરતા એ પણ સામે આવી છે કે આ 14 કેસમાંથી નાની ઉંમરના લોકો પણ કોરોના નો શિકાર બન્યા છે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ માં શનિવારે દાખલ કોરોના ના દર્દીઓ ને સપોર્ટ આપવા માટે ઓક્સિજનના સિલિન્ડર ખાલી કરવામાં આવ્યા હતા રોજ અમરેલીમાં ટ્રક મોઢે ઓક્સિજન સિલેન્ડર સુરેન્દ્રનગર થી આવી રહ્યા છે

અમરેલી શહેરમાં ચિતલ રોડ ઉપર સિદ્ધિવિનાયક સોસાયટી ના 30 વર્ષના યુવાન તથા અમરેલીના શ્યામ નગર ના ૩૯ વર્ષના યુવાન અમરેલીના પાણીયા ગામના આધેડ કુકાવાવ ઢુંઢીયા પીપળીયા દામનગર બગસરાના ખારી ખીજડીયા સાવરકુંડલા માવજીભાઈ ની શેરી કુકાવાવ જંગર લાઠીના રામપર ખાંભા જાફરાબાદના પીપળી કાઠા સાવરકુંડલાના હાડીડા નેસડી મને સાવરકુંડલા શહેરના સર્વોદય નગર માં આજે કુલ ૧૪ કેસ નોંધાયા હતા આ કેસ શુક્રવારે દાખલ કરાયેલા અને સેમ્પલ લેવાયેલા ના સામે આવ્યા છે ગઇકાલના દર્દીઓ અલગ આજ સુધીના અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ 229 કેસ સામે આવ્યા છે જેમાં 118 સાજા થઈ ગયા છે અને 95 સારવાર હેઠળ છે અત્યાર સુધીમાં કુલ ૧૬ લોકોના મૃત્યુ થયા છે