કોરોના હોટસ્પોટ સુરત, રોગચાળાને હરાવવા માટે વધુ સારી સ્થિતિમાં

રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું કે
અમદાવાદ,તા.૧૭
રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું કે કોરોના હોટસ્પોટ સુરત જિલ્લો હવે રોગચાળાને હરાવવા માટે વધુ સારી સ્થિતિમાં છે અને રોગચાળા સાથે ડીલ કરવાની તૈયારી જાન્યુઆરીથી ચાલુ છે. છેલ્લી સુનાવણી દરમિયાન સુરતમાં કોરોનાની કથળતી સ્થિતિથી ચિંતાતુર હાઈકોર્ટે અધિકારીઓને સવાલ કર્યા હતા કે, શું સુરતમાં વાયરસના સંક્રમણ અંગે મોડેથી કરવામાં આવેલી પ્રતિક્રિયાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે? સુરતમાં અમદાવાદ મોડેલ કેમ અપનાવવામાં આવ્યું નથી? હાઈકોર્ટના પ્રશ્ર્નોના જવાબમાં,
રાજ્ય સરકારે સત્તાધિકારીઓ દ્વારા સુરતમાં ફેલાયેલા કોવિડ-૧૯ને અંકુશમાં લેવાના પગલાઓની લિસ્ટ બનાવીને પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાવેલા માળખાગત સુવિધાઓની વિગતો આપી હતી. સરકારે એવો દૃાવો પણ કર્યો કે, અધિકારીઓને આશંકા હતી કે દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક શહેરમાં પરિસ્થિતિ વધુ વણસી જશે તેથી તૈયારીઓ જાન્યુઆરી ચાલુ છે. ૨શનિવારે હાઈકોર્ટને સુપરત કરાયેલા એક અહેવાલમાં રાજ્ય સરકારે કહૃાું કે, ’દરેક ડોમેનમાં દૃૈનિક દૃર મિલિયન પરીક્ષણ, રિકવરી રેટ, નવા કેસોનો ગ્રોથ રેટ, ડબિંલગ રેટ, ડેથ રેટ, ઓપરેશનલ ધન્વંતરી રથ, ૧૦૪ હેલ્પલાઈન અને ટોટલ બેડની ઉપલબ્ધતા જિલ્લામાં આજે રોગચાળાને હરાવવા માટે ઘણી સારી સ્થિતિમાં છે. સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, સુરત શહેરમાં ૧૭ કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટરો સ્થાપવા એ ખૂબ પ્રશંસાપાત્ર મોડેલ છે. કેન્દ્ર સરકારની ટીમે તેને નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ તરીકે માન્યતા આપી છે.