કોર્ટમાં કેસો લડવા તમામ ઘરેણાં પણ વેચી માર્યા છે: અનીલ અંબાણી

યુકેની કોર્ટમાં ઉદ્યોગપતિએ આ વાત કહી
હું સાદગીભર્યું જીવન જીવી રહૃાો છું, ફક્ત એક કારનો જ ઉપયોગ કરુ છું

એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં ગણાતા અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ એવી બની ગઈ છે કે પોતાના વકીલોની ફી ભરવા માટે દાગીના વેચવા પડી રહૃાા છે. દેવાના બોજા હેઠળ ઉદ્યોગપતિ અનિલ અંબાણી એ ખુદ યુકેની કોર્ટમાં આ વાત કહી હતી. તેમણે કોર્ટને કહૃાું કે તેઓ સાદગીભર્યું જીવન જીવી રહૃાા છે અને તેઓ એક જ કારનો માત્ર ઉપયોગ કરે છે.
અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે તેમણે ૯.૯ કરોડ રૂપિયાના ઝવેરાત વેચ્યા હતા અને હવે તેમની પાસે એવું કંઈ બાકી નથી. જ્યારે લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહૃાું કે, ‘આ બધી અફવાઓ મીડિયામાં આવી રહી છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ નહોતી. અત્યારે હું એક જ કારનો ઉપયોગ કરી રહૃાો છું.
૨૨ મે ૨૦૨૦ ના રોજ યુકે હાઈકોર્ટે અંબાણીને ૧૨ જૂન ૨૦૨૦ સુધીમાં ચીનની ત્રણ બેંકોને ૭૧,૬૯,૧૭,૬૮૧ લાખ ડોલર એટલે કે અંદાજે ૫,૨૮૧ કરોડ રૂપિયા અને ૫૦,૦૦૦ પાઉન્ડ એટલે અંદાજે લગભગ ૭ કરોડ રૂપિયા કાયદાકીય ખર્ચ પેટે ચૂકવણી કરે. ત્યારબાદ ૧૫ જૂનના રોજ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેક્ધ ઓફ ચાઇનાના નેતૃત્વમાં ચીની બેક્ધો એ અનિલ અંબાણીની સંપત્તિઓને ખુલાસો કરવાની માંગણી કરી.
૨૯ જૂનના રોજ માસ્ટર ડેવિસન એ અંબાણીને વિશ્ર્વભરમાં ફેલાયેલી પોતાની સંપત્તિનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો જેની િંકમત ૧,૦૦,૦૦૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૭૪ લાખ રૂપિયાથી વધુ છે. તેમને એફિડેવિટમાં એ પણ જણાવવાનું કહેવામાં આવ્યું હતું કે તે સંપત્તિઓમાં તેનો સંપૂર્ણ હિસ્સો છે અથવા તેમાંથી કોઈપણનો સંયુક્ત રીતે હકદાર છે.
આ હુકમ અંગે અદાલતે એફિડેવિડટમાં અંબાણીએ કહૃાું હતું કે તેમણે રિલાયન્સ ઇનોવેશન્સને ૫ અબજ રૂપિયાની લોન આપી છે. તેમણે કહૃાું કે રિલાયન્સ ઇનોવેશનમાં ૧.૨૦ કરોડ ઇક્વિટી શેરની કોઈ િંકમત નથી. અંબાણીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના પરિવારિક ટ્રસ્ટ સહિત દુનિયાભરના કોઇપણ ટ્રસ્ટમાં તેમનું કોઇ આર્થિક હિત નથી.