કોળી કંથારીયામાં ગેરકાયદેસર પાણીનાં જોડાણો કાપી નાખતુ પાણી પુરવઠા તંત્ર

અમરેલી,
જાફરાબાદનાં કોળી કંથારીયા ગામે પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર પાણીના કનેક્શનો લેનાર સામે પાણી પુરવઠા વિભાગ રાજુલા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ હાલ ઉનાળાની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે જાફરાબાદનાં ખાલસા કંથારીયા ગામે નર્મદાનાં પાણી ન મળવાની ફરિયાદો ઉઠવા પામી હતી. તે અનુસંધાને રાજુલા ઓફિસ દ્વારા તપાસ કરાતા લાઇનમાં મોટે પાયે ગેરકાયદેસર ભુતિયા જોડાણો વધી ગયા હોવાનું જોવા મળતા તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરી બધા જ જોડાણો દુર કરવામાં આવ્યાં હતાં અને ફરીથી કનેક્શન કરાશે તો દંડ તથા સજાકીય કાર્યવાહી કરવામાં આવશે